મેયરના આદેશનો ઉલાળિયો, 15 સમિતિમાંથી 13માં તાળા

રાજકોટ મહાનગરપાલિકામાં નવી ટર્મના સમિતિના ચેરમેનને હોદો અપાયાને હજુ તો ગણતરીના દિવસો માંડ થયા છે. ત્યા તો તેમણે ચૂંટણી વખતે અપાયેલા વચનો ભરચોમાસે ઓગળવા લાગ્યા…

રાજકોટ મહાનગરપાલિકામાં નવી ટર્મના સમિતિના ચેરમેનને હોદો અપાયાને હજુ તો ગણતરીના દિવસો માંડ થયા છે. ત્યા તો તેમણે ચૂંટણી વખતે અપાયેલા વચનો ભરચોમાસે ઓગળવા લાગ્યા છે. મેયર ડો.નેહલ શુક્લે એવો સ્પષ્ટ આદેશ કર્યો છે કે, તમામ સમિતના ચેરમેનોએ અરજદારોને સાંભળવા માટે, શહેરની સમસ્યાઓ-પ્રશ્નોના સમયસર નિકાલ માટે સંબંધિત અધિકારી સાથે સતત સંપર્કમાં રહીને ફોલોઅપ લેવા કચેરીમાં સવારે 11 થી બપોરે 2 વગ્યા સુધી અચુક હાજર રહેવુ. આમછતા ચેરમેનોને ખુરશી મળી ગયા પછી હવે પ્રજાસેવાની એક..બે..ને..ત્રણ! તેમ માનીને મેયરના આદેશનો ઉલાળ્યો કયો છે. આજે ‘ગુજરાત મિરર’ની ટીમ બપોરે 11થી 1 વાગ્યા સુધી મનપા કચેરીમાં હાજર હતી. એ દરમિયાન 15 સમિતિની ઓફિસ પૈકી માત્ર 2 જ ખુલ્લી હતી. બાકીની 13 ઓફિસમાં અંધારા અને તાળા હતા.