મવડીના જમીન-મકાનના દલાલને સમાધાન માટે બોલાવી હત્યા

શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે અને અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ ન રહ્યો હોય તેમ હત્યા અને જીવલેણ હુમલાની ઘટનાઓ અટકવાનું નામ…

શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે અને અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ ન રહ્યો હોય તેમ હત્યા અને જીવલેણ હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. શહેરના મવડી પાળ રોડ વિસ્તારમાં રહેતા જમીન-મકાનની દલાલીનું કામ કરતા 28 વર્ષીય યુવકને 12 દિવસ પૂર્વે વાહન અથડાવવા જેવા સામાન્ય ઝગડાના સમાધાન અર્થે બોલાવી, રાત્રિના સમયે નામચીન શખ્સ સહિતની ટોળકીએ છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખતાં સમગ્ર શહેરમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મવડી પાળ રોડ પર આવેલ મીરાબાઈ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતો અને જમીન મકાન લે વેચનું કામ તેમજ લોન ક્ધસલ્ટન્સીનું કામ કરતો પરેશભાઈ ડાભાભાઈ ચૌહાણ (ઉં.વ. 28) ગત રાત્રિના આશરે દોઢેક વાગ્યાના સુમારે 150 ફીટ રિંગ રોડ પર આવેલા ડો. બાબાસાહેબ આંબેડકર સર્કલ નજીક આસ્થા ચોક પાસે ચાની હોટલે હતો ત્યારે રાધે રાઠોડ સહીતના શખ્સોએ તેના ઉપર છરીથી હુમલો કરી દેતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

બનાવની જાણ થતા તાલુકા પોલીસ અને ક્રાઈમ બ્રાંચ તેમજ એલસીબી ઝોન-2 સહીતની ટીમ ઘટના સ્થળે આસ્થા ચોકડી ખાતે દોડી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ, અઠવાડિયા પહેલાં પરેશભાઈ પાળ મવડી રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વાહન અડી જવા મામલે રાધે તથા કાનો ઉર્ફે અનિલ સહિતના શખ્સો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીની અદાવત રાખી આરોપીઓએ ગત રાત્રે પરેશને ’તકરારનું સમાધાન કરી લઈએ’ તેમ કહી આસ્થા ચોકમાં ચા ની હોટલે બોલાવ્યો હતો. પરેશ ત્યાં પહોંચતા જ પૂર્વઆયોજિત કાવતરૂૂ રચી બેઠેલા નામચીન છાપ ધરાવતા રાધે, કાના અને તેની સાથેના અન્ય શખ્સોએ ઝઘડો શરૂૂ કર્યો હતો અને તીક્ષ્ણ છરી વડે પરેશ પર તૂટી પડ્યા હતા.

ટોળકીએ પરેશના પીઠ, પેટ તેમજ પગના ભાગે છરીના ઊંડા ઘા ઝીંકી દીધા હતા. ઘટના સ્થળે પરેશનું મોત થયું હતું. આસપાસના લોકો એકઠા થઈ જતાં આરોપીઓ રાત્રિના અંધારાનો લાભ ઉઠાવી ભાગી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા શરૂૂઆતમાં પરેશના મિત્રોએ પોલીસને એવું નિવેદન આપ્યું હતું કે, “આરોપીઓએ આવીને પરેશની અટક પૂછી હતી અને ચૌહાણ અટકવાળા સાથે અમારે વાંધો છે તેમ કહી હુમલો કર્યો હતો.” પરંતુ અનુભવી માલવીયાનગર પોલીસને આ કારણ ગળે ઊતર્યું નહોતું અને ઊંડાણપૂર્વક તપાસ ચાલુ રાખી હતી. દરમિયાન, ઘટના સ્થળની મુલાકાત અને મિત્રોની ઉલટ તપાસમાં વાહન અથડાવવા બાબતે સમાધાન માટે બોલાવી પરેશની હત્યા થયાનું ખુલ્યું હતું. તાલુકા પોલીસ મથકના પીઆઈ એસ. આર. મેઘાણી, પીએસઆઈ બી. આર. ભરવાડ સહિતના સ્ટાફે વધુ આગળની તપાસ સંભાળી હતી. મૃતક પરેશભાઈ ચૌહાણ બે ભાઈઓમાં નાનો અને અપરિણીત હતો. તેના મોટા ભાઈનું નામ નરેન્દ્રભાઈ છે, જ્યારે પિતા ડાભાભાઈ એક ખાનગી કંપનીમાં મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ઘરના કમાઉ અને નાના દીકરાની અચાનક કરૂૂર હત્યાના સમાચાર મળતાં જ પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને તેમના ક્રોંદનથી હોસ્પિટલ પરિસર ગૂંજી ઊઠ્યું હતું.

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીઓને ઝડપી પાડવા માટે તાલુકા પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાંચ અને એલસીબી ઝોન-2ની અલગ-અલગ ટીમો બનાવીને આંબેડકરનગર સહિતના વિસ્તારોમાં દરોડાનો ધમધમાટ શરૂૂ કરવામાં આવ્યો છે. પોલીસે તમામ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે.

મવડીનો આસ્થા ચોક અસામાજિક તત્વોનો અડ્ડો પોલીસ પેટ્રોલિંગ સામે ઊઠ્યા ગંભીર સવાલો
શહેરના 150 ફીટ રિંગ રોડ ઉપર મવડી ચોકડી નજીક ડો. બાબાસાહેબ આંબેડકર સર્કલ નજીક આવેલો આસ્થા ચોક અસામાજિક તત્વો અને છાકટા બનેલા શખ્સો માટે અડ્ડો બની ગયો છે. મવડી પાળ રોડ વિસ્તારના યુવકની સમાધાનના બહાને બોલાવી છરીના ઘા ઝીંકી કરાયેલી હત્યા તેમજ 26 દિવસ પૂર્વે આસ્થા ચોક પાસે બીબીએના છાત્ર મિત વીરડા ઉપર હુમલો થયો હોય જેમા ગઈકાલે તેનો જીવ ગયો છે. આ બન્ને સનસનાટીભરી ઘટના બાદ આ વિસ્તાર ફરી એકવાર વિવાદના વટોળે ચડ્યો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, આસ્થા ચોક અને તેની આસપાસનો વિસ્તાર લાંબા સમયથી ’ન્યુસન્સ પોઈન્ટ’ બની ચૂક્યો છે, છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. અહીં મોડી રાત્રે અસામાજિક તત્વો, લુખ્ખા તત્વો અને રોમિયોગીરી કરતા શખ્સો એકઠા થઈને અડ્ડો જમાવે છે. દારૂૂ-સિગારેટના નશામાં ધૂથ થઈને આવતા-જતા રાહદારીઓ અને વાહનચાલકો સાથે ગાળાગાળી કરવી તેમજ ઝઘડા કરવા અહીં નિત્યક્રમ બની ગયો છે. ગઈકાલે રાત્રે 28 વર્ષીય પરેશ ચૌહાણ નામના યુવકની આ જ સ્થળે ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવાતાં આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઊડી ગયા છે. આ ઘટનાએ રાત્રિના સમયે શહેર પોલીસ દ્વારા કરવામાં આવતા નાઈટ પેટ્રોલિંગ અને કડક ચેકિંગની કામગીરી સામે મોટા પ્રશ્નાર્થચિહ્નો ઊભા કર્યા છે. જો પોલીસે સમયસર આ ’ન્યુસન્સ પોઈન્ટ’ પર કડક કોમ્બિંગ અને ચેકિંગ હાથ ધર્યું હોત, તો કદાચ એક નિર્દોષ યુવકનો જીવ બચી ગયો હોત. સ્થાનિકો હવે આ વિસ્તારમાં આવા ન્યુસન્સ પોઈન્ટ ઉપર અડ્ડો જમાવતા અસમાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે.

રાજકોટમાં છેલ્લા 10 મહિનામાં 31 લોથ ઢળી
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ગુનેગારો બેફામ બન્યા છે. ચોરી અને લુંટ સહીત ગંભીર ગુનાઓ સામે આવી રહ્યા છે. રાજકોટમાં છેલ્લા 10 મહિનામાં હત્યાના 31 બનાવો બન્યા છે. શહેરના રેલનગર વિસ્તારમાં બાંધકામની સાઈટ પર ઓરિસ્સાના મજૂરે મધ્યપ્રદેશની યુવતીનો હાથ પકડતાં તેણીના બે ભાઈઓ સહિત ત્રણ શખ્સોએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી હતી. છેલ્લા ત્રણ દિવસમાં હત્યાના ત્રણ બનાવો નોંધાયા છે. આજદિન સુધી છેલ્લા 10 મહિનામાં હત્યાના 31 બનાવો બન્યા છે. જેમાં દારૂૂ ઝેર પીવડાવી બુટલેગએ બે યુવાનોની કરેલી હત્યા, રૈયાધારે પૌત્રએ દાદાની હત્યા કરી હતી તેમજ પતિને પત્નીની અને પિતાએ પુત્રની કરેલી હત્યા ચર્ચાસ્પદ રહી છે. 10 મહિનામાં થયેલી 31 હત્યામાં સૌથી વધુ યુનિવર્સીટી પોલીસ મથક વિસ્તારમાં આજે 7 હત્યાનો બનાવ બાદ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં હત્યાના બે બનાવો બન્યો છે.