તાપમાનનો પારો ગગડશે, દેશભરમાં અસહ્ય બફારો લોકો પરેશાન
રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. મોટા ભાગના વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. તાપમાન વધતાં મોટાભાગના વિસ્તારમાં લોકો અકળાવતી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. જો કે મહત્વની વાત એ છે કે, રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદ વરસશે,. હવામાન વિભાગે 19 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.
વધુ એક સિસ્ટમ એક્ટિવ થતાં ગુજરાતમાં 19 એપ્રિલથી તાપમાનનો પારો ગગડશે અને મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને 19થી 21 દરમિયા કમોસમી વરસાદ વરસશે. જેની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળશે.
19 તારીખે શરૂૂ થઇ રહેલા માવઠાના રાઉન્ડમાં જૂનાગઢ,ભાવનગર, બોટાગ, અમેરલી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા,વાવ, પૂર્વ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. આ સાથે મહારાષ્ટ્ના મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદ પડશે. દીવ, ગીર સોમાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટદા,, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરંબદર, જામનગર. મોરબી, અમદાવાદ, ણંદ. ખેડા સુરત વલસાડ,, દમણ દાદરા નગર હવેલી, પંચમહાલ, પાટણ, વાવ થરાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, હાલમાં કોઈ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન હોવાને કારણે દેશભરમાં તાપમાનમાં ઝડપથી વધારો થવાની શક્યતા છે. આગામી દિવસોમાં પારો 40ઓઈ થી 42ઓઈ ને પાર કરી શકે છે, જેના કારણે મધ્ય અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભીષણ ’લૂ’ની સ્થિતિ સર્જાશે.
હવામાન વિભાગે દેશના વિવિધ હિસ્સાઓ માટે ચેતવણી જાહેર કરી છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર (વિદર્ભ), ઉત્તર કર્ણાટક, છત્તીસગઢ અને તેલંગાણામાં આ અઠવાડિયે કાળઝાળ ગરમી અને લૂ ચાલશે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, તટીય મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગુજરાત, તમિલનાડુ અને કેરળમાં ગરમીની સાથે અસહ્ય બફારો લોકોને પરેશાન કરશે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં 18 એપ્રિલ સુધી તાપમાનમાં 3-4ઓઈ અને મધ્ય ભારતમાં 20 એપ્રિલ સુધી 2-3ઓઈ નો વધારો જોવા મળી શકે છે. દિલ્હીમાં પારો 42ઓઈ સુધી પહોંચવાની ધારણા છે.

