Site icon Gujarat Mirror

ભરવાડ સમાજના લગ્ન પ્રસંગમાં હવે માત્ર 10 તોલા સોનું જ અપાશે

સોનાના વધતા જતા ભાવ સામે સમસ્ત ભરવાડ સમાજના ધર્મગુરુ બ્રહ્મલીન શિવપુરી બાપુ દ્વારા 2010માં રાજકોટ ખાતે મચ્છુ માતાજીના મંદિરે સમસ્ત ભરવાડ સમાજ ની મીટીંગ બોલાવી ત્યાં બંધારણ કરવામાં આવ્યું હતું જે બંધારણમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જે દીકરાનું સગપણ નદાયુ કરવામાં આવશે એમને માત્ર 10 તોલા જ સોનુ દેવાનું અને સામા સાટું કરવામાં આવશે તો એને માત્ર સાત આઠ તોલા આ બંધારણને લઈ 2023માં રાજકોટ ભરવાડ સમાજના પ્રમુખ ભીખાભાઈ પડસારીયા,રાજુભાઈ જુંજા,રણજીતભાઈ મુંધવા ,નારણભાઈ વકાતર ,બલદેવ મુંધવા ,મેહુલ ગમારા ,મંગાભાઈ લાંબરીયા,નારણભાઈ લાંબરીયા,નવઘણભાઈ ગમારા,ગોપાલભાઈ ગોલતાર, ગોપાલભાઈ સરસિયા,વિજયભાઈ ખીટ, ધીરુભાઈ મુંધવા, લાખાભાઈ ખીટ, પાંચાભાઈ ટોળીયા,સહિતના ભરવાડ સમાજના રાજકોટના આગેવાનોએ સતત સમાજની અંદર 200 થી પણ વધારે મીટીંગો લઈ સતત સમાજમાં જાગૃતિ ફેલાવેલ હતી અને સમજતા ભરવાડ સમાજ દ્વારા પણ આ વાતને અને સમાજની વાત અને બંધારણને સ્વીકારવામાં આવેલ હતો અને સમાજ પણ બંધારણનો માન્ય રાખતા સમાજમાં સોના ને લઈ જે વાત તો થતી હતી.

સમાજની એનો અમલ પણ આજ સુધી કરવા મંડ્યો છે સોનુ લેતી દેતી સમાજનું કોઈ રિવાજ નહોતો પરંતુ ભૂતકાળ ની અંદર ભરવાડ સમાજના લોકો વાંઢુ જતા એટલે કે ગાયો ચરાવવા માટે દેશ પરદેશ સુધી ને ચાલી ચાલી ને જતા હોય ત્યારે પોતાનું રહેવા ઘરનું હોય અને ઘરેણા કે પૈસા રાખવા તિજોરી ન હોય એટલા માટે દૂધમાંથી કમાણી કરેલા રૂૂપિયા સાચવવા માટે થઈ અને ચાંદી અને સોનાની ખરીદી કરતા હતા જેથી કરીને સોનુ ચાંદી સાચવવા માટે સહેલું પડતું પરંતુ દિવસો જતા જતા સોનું ચાંદી સ્ત્રીની ચમક વધારતું હોય એને સમાજ દ્વારા સોનાની ચમક અને સાથે સાથે દીકરીનું ભાથુ પણ ગણવામાં આવતું હોય ત્યારે સમાજમાં સોનાની લેતી દેતી થતી હોય પરંતુ ભરવાડ સમાજના ધર્મગુરુ શિવપુરી બાપુ દ્વારા કરવામાં આવેલા બંધારણને સમસ્ત ભરવાડ સમાજ દ્વારા 2023 ની સાલમાં જ આવકારી લેવામાં આવ્યો છે અને આજ સુધીમાં દસ તોલા મને આઠ તોલામાં અનેક સંપૂર્ણ પણે સગપણ થયા છે તે સમસ્ત રાજકોટ ભરવાડ સમાજની અને બ્રહ્મલીન ધર્મ ગુરુ શિવપુર બાપુએ બનાવેલા બંધારણની સફળતા છે ભીખાભાઈ પડસારીયા , રાજુભાઈ જુંજા, રણજીતભાઈ મુંધવાની યાદીમાં જણાવાયું

Exit mobile version