ગુજરાત

માણાવદર-જૂનાગઢ હાઇ-વે પર દગડ ડેમ નજીક મસમોટા ગાબડાં

Published

on

માણાવદરથી જુનાગઢ હાઇવે એકમાત્ર જીલ્લાને જોડતો તાલુકાના 55 ગામો સહીત શહેરનો હાઇવે માર્ગ છે. છેલ્લા 10-10 વર્ષથી પણ વધુ સમયથી રોડ ઉપર થીગડા ઉપર થીગડા મારી મારીને બેડોળ હાઇવે કહેવાલાયક રહેવા નથી દીધો જોવાની ખુબી એ છે કે બબ્બે ટર્મથી ચુંટાતા એમએલએ દ્વારા હાઇવે બનાવી શકયા નથી. હવે તો સરકાર તમારી સતા તમારી મત વિસ્તાર તમારો તો કાં નવો હાઇવે બનતો નથી? તેવી ચર્ચા પ્રજાજનો કહી રહ્યા છે.


24 કલાક ધમધમતા નાનાથી મોટા હેવી વાહનો માટે અને યુધ્ધ જેવા મહત્વના સમયે ત્રણ જીલ્લાને જોડતો જુનાગઢ હાઇવે છે તે હાઇવેમાં વિશાળ દગડ ડેમ પાસે પાણી પુરવઠાની લાઇનો નાખવા હાઇવે નીચેથી પાઇપ લાઇન નાખી છે તેમાં બેદરકારીના કારણે તે પાઇપલાઇન નાખી તે હાઇવેમાં મસ મોટો ખાડો પડયો છે. આ સ્થળે લાઇટો નથી રાત્રીના ભયાનક અકસ્માતમાં મોતનું તાંડવ ખેલાશે તેવી દહેશત પ્રજાજનો વ્યકત કરી રહ્યા છે. દિવસના પણ ગંભીર સ્થીતી છે. આ ખાડાથી બાજુમાં જ ડેમ હોય તેમાં પણ ધોવાણ થયું હોય ઉપરથી આ ખાડો બન્ને ગંભીરતાથી લેવું જોઇએ નહીં તો નુકશાની થવાનો ભય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version