મોરબીના ભરતનગર પાસે ફેકટરીમાં ભીષણ આગ

મોરબીના ભરતનગર નજીક આવેલ ફેકટરીમાં આગ લાગતા મોરબી અને હળવદ ફાયર ટીમ દોડી ગઈ હતી અને પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.…

મોરબીના ભરતનગર નજીક આવેલ ફેકટરીમાં આગ લાગતા મોરબી અને હળવદ ફાયર ટીમ દોડી ગઈ હતી અને પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

મોરબી ફાયર ટીમને કોલ મળ્યો હતો કે ભરતનગર નજીક આવેલ એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડમાં આગ લાગી હતી જેથી મોરબી ફાયરની ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો જોકે આગ કાબુ બહાર હોવાથી હળવદ ફાયર ટીમની મદદ માંગવામાં આવી હતી અને મોરબી-હળવદ ફાયરની ટીમે પાંચ કલાક સુધી પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો આગ ક્યાં કારણોસર લાગી તે સ્પષ્ટ થયું નથી બનાવમાં કોઈ જાનહાની થઇ નથી.