ધાતરડીના પુલની રેલીંગ તોડી નીચે ખાબકેલા ટ્રકમાં પ્રચંડ વિસ્ફોટ, એક વ્યક્તિ જીવતી ભૂંજાઈ

રાજુલા નેશનલ હાઇવે પરથી એક હૃદયદ્રાવક અકસ્માત સમાચાર મળી રહ્યા છે. વહેલી સવારે જ્યારે વાહનોની અવરજવર સામાન્ય હતી, ત્યારે ધાતરવડી નદી પર આવેલા પુલ પરથી…

રાજુલા નેશનલ હાઇવે પરથી એક હૃદયદ્રાવક અકસ્માત સમાચાર મળી રહ્યા છે. વહેલી સવારે જ્યારે વાહનોની અવરજવર સામાન્ય હતી, ત્યારે ધાતરવડી નદી પર આવેલા પુલ પરથી પસાર થઈ રહેલો એક ભારે માલવાહક ટ્રક અચાનક ચાલકના કાબૂ બહાર ગયો હતો. સ્પીડ વધુ હોવાના કારણે ટ્રક પુલની મજબૂત રેલિંગ તોડીને સીધો નદીના પટમાં નીચે ખાબક્યો હતો. પુલ પરથી અંદાજે ઊંચાઈ પરથી નીચે પછાડાતા જ ટ્રકના એન્જિન અને ડીઝલ ટેન્કમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને આખો ટ્રક આગના ગોળામાં ફેરવાઈ ગયો હતો. અગનગોળો બનેલી ટ્રકની કેબીનમાં બેઠેલી વ્યક્તિ અંદર જ બળીને ભડથું થઈ ગયો હતો.

અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રક નીચે પડતાં જ કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જેના કારણે અંદર બેસેલા વ્યક્તિને બહાર નીકળવાની કે દરવાજો ખોલવાની કોઈ તક જ મળી ન હતી. બીજી જ સેક્ધડે લાગેલી ભીષણ આગની લપેટમાં આખો ટ્રક આવી જતાં અંદર ફસાયેલો વ્યક્તિ જીવતો જ ભડથું થઈ ગયો હતો. પુલ પરથી પસાર થતાં અન્ય વાહનચાલકોએ આ ભયાનક દ્રશ્ય જોઈને તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ફાયર કંટ્રોલ રૂૂમને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈને રાજુલા પોલીસનો કાફલો, ફાયર ફાઇટરો અને 112ની ઇમરજન્સી રેસ્ક્યુ ટીમ તાત્કાલિક લોકેશન પર પહોંચી ગઈ હતી.

ફાયર બ્રિગેડની ટીમે સળગતા ટ્રક પર સતત પાણી અને કેમિકલ ફોમનો મારો ચલાવવાનું શરૂૂ કર્યું હતું. ટ્રકની આગ એટલી વિકરાળ હતી કે તેને સંપૂર્ણપણે કાબૂમાં લેતા ફાયર જવાનોને સતત 2 કલાકની ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આગ ઓલવાયા બાદ જ્યારે પોલીસ અને રેસ્ક્યુ ટીમ ટ્રકની કેબિન નજીક પહોંચી, ત્યારે અંદર માત્ર કાળજું ધ્રુજાવી દે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અંદર રહેલી વ્યક્તિ સંપૂર્ણપણે બળી ગઈ હતી. પોલીસે અત્યંત સાવચેતીપૂર્વક મૃતક વ્યક્તિના અસ્થિઓ અને અવશેષોને એકત્ર કરીને પંચનામું કર્યું હતું અને તેને ઓળખ અને પોસ્ટમોર્ટમ (ઙખ) ની કાનૂની પ્રક્રિયા માટે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.