Site icon Gujarat Mirror

મારવાડી કોલેજનો છાત્ર નાસ્તો કરતી વેળાએ ભૂલથી ઝેરી પાન ખાઇ ગયો

શહેરના મોરબી રોડ પર આવેલી મારવાડી કોલેજમાં અભ્યાસ કરતો છાત્ર બગીચામાં નાસ્તો કરતો હતો ત્યારે ભૂલથી ઝાડનું ઝેરી પાન ખાઇ જતા તેની તબીયત લથડી હતી અને ફૂડ પોઇઝન થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જાણવા મળતી વિગત મુજબ મુળ ચેન્નાઇનો વતની અને હાલ મારવાડી કોલેજમાં એન્જિનીયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો પ્રિતમ (ઉ.વ.19)નામનો છાત્ર ગઇકાલે યુનિવર્સિટીે કેપ્સના ગાર્ડનમાં નાસ્તો કરતો હતો ત્યારે ગાર્ડનમાં આવેલા ઝાડનું પાન નાસ્તામાં પડી જતા ભૂલથી તે પાન ખાઇ ગયો હતો બાદમાં પેટમાં બળતરા થતા તેને ગૂગલમાં ઝાડના પાન બાબતે સર્ચ કરતા આ પાન ઝેરી હોવાનુ જાણવા મળ્યુ હતું. જેથી ફૂડ પોઇઝન જેવુ થતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો. જોકે, રિપોર્ટ નોર્મલ આવતા તેને રજા આપી દેવામાં આવી હતી. આ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઇ પ્રવિણભાઇ મકવાણાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

Exit mobile version