ક્રાઇમ

રાજકોટની યુવતીની હત્યા કરનાર પરિણીતા પોલીસમાં હાજર થતા ધરપકડ

Published

on

રાજકોટનાં કોઠારીયા રણુજા મંદિર પાસે રહેતી જલ્પા ગીરધરભાઇ ભાલીયા (ઉ.24) રાજકોટથી ગોંડલ તેના પ્રેમી કિશન હાડાને મળવા આવી હતી. કિશને વાછરા રોડ સ્કુલ સામે આવેલી ધીરુભાઈ ઠુંમરની વાડી ભાગમાં વાવવા રાખી હોય, જ્યાં જલ્પા બપોરનાં ત્રણનાં સુમારે પહોંચી હતી. આ દરમ્યાન કિશનની પત્નિ જીજ્ઞાાબેનને પતિનાં પ્રેમ પ્રકરણની જાણ હોય જલ્પાને જોઇને ઉશ્કેરાઇ ગઇ હતી. અને રોડ પર બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ વેળા ઉશ્કેરાયેલા જીજ્ઞાાબેને વાડીમાંથી પાવડો ઉપાડી જલ્પાનાં માથા પર આડેધડ ઘા કરતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડી હતી. માથામાં ગંભીર ઇજાઓને કારણે તેનું મોત નિપજ્યું હતું. પળવારમાં બનેલી ઘટનાથી કિશન અને તેનો પરિવાર હેબતાઇ ગયો હતો. બાદમાં કિશનનાં પિતાએ પોલીસમાં જાણ કરતા એ-ડિવિઝન પોલીસનાં પીઆઇ. આનંદ ડામોર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બીજી બાજી પતિની પ્રેમિકાનું ઢીમ ઢાળી દઇ જીજ્ઞાાબેન પોલીસ સ્ટેશન પહોંચી હતી.

પોલીસ સુત્રો અનુસાર મૃતક જલ્પા અને પરણીત કિશનને ઇન્ટ્રાગ્રામ દ્વારા પરીચય થયા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો.બન્ને પ્રેમી પંખીડા થોડા સમય પહેલા નાશી છુટયા હતા. પણ પોલીસ ફરિયાદ થતા ગોંડલ પોલીસે જડપી લીધા હતા. ત્યારબાદ પણ બન્ને વચ્ચે પ્રેમ સબંધ ચાલુ રહ્યો હતો. આ પહેલા જલ્પાનાં લગ્ન સરધાર પાસેનાં લોધીડા ગામે ઉમેશ રાયધનભાઇ મેર સાથે થયા હતા, પણ પતિ-પત્નિ વચ્ચે મનમેળ ના હોય જલ્પા રીસામણે માવતર આવતી રહી હતી. તે પછી સમાધાન થયુ હતુ. પણ ફરી મનદુ:ખ થતા આખરે બન્ને વચ્ચે છુટાછેડા થયા હતા. જલ્પાને ઉમેશ સાથેનાં લગ્નજીવનથી એક પુત્ર છે. જે હાલ પતિ પાસે છે. જલ્પા ગોંડલમાં પણ ઓરડી ભાડે રાખી થોડો સમય રોકાઇ હતી. એ સમયે પેટ્રોલ પંપમાં નોકરી કરતી હતી. હાલ ત્રણેક મહીનાથી તેની માતા સાથે રહેતી હતી. આજે સવારે ગોંડલ ચોકડીએ કામ છે, તેવુ તેની માતાને કહી જલ્પા ઘરેથી નિકળી હતી. અને ગોંડલ પંહોચી હતી.


આ દરમિયાન બપોરે પ્રેમીને મળવા વાડીએ પંહોચતા પ્રેમીની કાળજાળ બનેલી પત્નીએ પાવડાનાં ઘા મારી હત્યા નિપજાવી હતી. પોલીસે બનાવ અંગે મૃતક જલ્પાની માતાને બનાવ અંગે જાણ કરતા રાજકોટ થી તેની માતા અને ભાઇ ગોંડલ દોડી આવ્યા હતા. પોલીસે જીજ્ઞાાની અટક કરી પુછતાછ શરુ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version