શહેરના મીલપરા શેરી નં.14માં આવેલી હોટલ એચઆર કીંગના સંચાલક હિરેન કિશોર રૂૂડકીયા તેની પત્ની રીદ્ધી અને ભાઈ મયુરે મૂળ જૂનાગઢના વંથલીની અને હાલ રાજકોટમાં રહેતી 20 વર્ષીય પરિણીતાને તેના પ્રેમીની જેલ માંથી છોડાવવા રૂૂપિયાની જરૂૂર પડશે તેવું કહી દેહવ્યાપારના રવાડે ચડાવી 200 થી વધુ લોકો પાસે દેહવ્યાપાર કરાવી રૂૂ.છ લાખનો ધુંબો મારી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભક્તિનગર પોલીસે ઈમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મવડી પ્લોટ બાપા સીતારામ ચોક આદર્શ એવન્યુમાં રહેતા અને એચ.આર.કિંગ હોટેલ ચલાવતા હિરેન કિશોરભાઈ રૂૂડકિયા, તેની પત્ની રિદ્ધિ અને ભાઈ મયૂર કિશોર રૂૂડકિયાએ આ સમગ્ર કાવતરું રચ્યું હતું. વર્ષ 2026માં કોર્ટ મેરેજ કરનાર આ યુવતીએ જૂનાગઢમાં બ્યુટીપાર્લરનો કોર્સ કર્યો હતો. તેના કુટુંબી ફઈના દીકરા હિમાંશુએ રાજકોટમાં નોકરી અપાવવાની વાત કરી હતી. ત્યારબાદ રિદ્ધિ રૂૂડકિયા યુવતીના ગામ બંધડા પહોંચી હતી અને તેના માતા-પિતાને માસિક 15 હજાર પગારની લાલચ આપી યુવતીને રાજકોટ લાવી હતી. રાજકોટ આવ્યા બાદ 16 નવેમ્બર 2025ના રોજ યુવતી અને હિમાંશુને મિલપરાની હોટેલમાં રોકાણ કરાવ્યું હતું.
ત્યારબાદ હિરેને યુવતીને જણાવ્યું કે હિમાંશુને ગાંધીગ્રામ પોલીસે પકડી લીધો છે અને તેને છોડાવવા 4 લાખ રૂૂપિયાથી વધુની જરૂૂર પડશે. પ્રેમીને જેલમાંથી છોડાવવાની મજબૂરીનો લાભ ઉઠાવી રિદ્ધિએ યુવતીને દેહવ્યાપાર કરવા દબાણ કર્યું હતું. રિદ્ધિએ કહ્યું કે, દેહવ્યાપારનો ધંધો કરવો હોય તો તેમાં સારા રૂૂપિયા મળશે. કસ્ટમર હું લઈ આવીશ.એક કસ્ટમરના રૂૂા.ર હજાર તને આપીશ,નાઇટના રૂૂા.8 હજાર આપીશ. રિદ્ધિ ફોન કરે એટલે તે કસ્ટમરના રૂૂમમાં જઈ તેને શરીરસંબંધ બાંધવાનો તેમ સમજાવ્યું હતું. આ સ્થિતિમાં તેણે મિત્ર સાથે લગ્ન કરવા માટે અને તેને છોડાવવા માટે પૈસાની જરૂૂર હોવાથી હા પાડી હતી. તે જ રાતથી એચઆર કિંગ હોટલમાં તેની પાસે દેહવ્યાપાર શરૂૂ કરાવ્યો હતો.
જેમાં બસ સ્ટેશન પાછળ આવેલ શિવશક્તિ હોટલ અને ભૂતખાના ચોક પાસે આવેલ તેજ પેલેસ હોટલને સમાવેશ થાય પોતે છે.હિરેનનો ભાઈ મયુર તેને એક્ટિવામાં મુકવા-લેવા જતો હતો. સાડા ત્રણ મહિનામાં રીદ્ધિએ તેને 250 કસ્ટમર પાસે મોકલી હતી. 28 જેટલી નાઈટ કરાવી હતી.જેનું પેમેન્ટ કસ્ટમર રિદ્ધિને ક્યુઆર કોર્ડથી કરતા હતા.રોકડ રકમ તેને આપતા હતા.જે પછીથી તે રિદ્ધિને આપી દેતી હતી. રિદ્ધિએ આજ સુધી તેને થોડા ઘણાં રૂૂપિયા વાપરવા સીવાઈ કંઈ આપ્યું નથી. તેણે કંટાળી જઈ દેહવ્યાપારનો ઈન્કાર કરતા રિદ્ધિએ તેને ઘરે મોકલી દેવાની અને તેના પિતાને આ ધંધા બાબતે વાત કરી દેવાની ધમકી આપી હતી.. પરિવારને જાણ કરવાની ધમકી સાથેના આપતા ડરી ગઈ હતી.
ગત ફેબ્રુઆરી મહિનામાં તેને મિત્ર જેલમાંથી છૂટી હોટલમાં તેની સાથે રોકાવા આવ્યા હતા.આખરે તેણે હિરેનને દેહ વ્યાપારની ના પાડી દેતા તે પત્ની રિધ્ધી સાથે હોટલે આવ્યો હતો. તેને હિસાબ કરવાનું કહેતાં ઝઘડો થયો હતો. તેને સ્પષટ રીતે રૂૂપિયા આપવાનું ઈન્કાર કરી જ્ઞાતિ પ્રત્યે પણ અપમાનીત કરતા આખરે ફરિયાદ નોંધાવી હતી.
ભોગ બનનાર યુવતીને દંપતી પાસેથી છ લાખ રૂપિયા લેવાના હતા
ભોગ બનનાર યુવતી જ્યારે કસ્ટમર પાસે જાય અને કામ પૂરું થઈ જાય ત્યારે રિદ્ધિના મોબાઈલમાં હાર્ટનું ઇમોજી મોકલવું પડતું હતું, જે કોડવર્ડ રિદ્ધિએ જ નક્કી કર્યો હતો. આ કોડવર્ડ દ્વારા તે યુવતીને અન્ય કસ્ટમરો પાસે મોકલતી હતી. ભોગ બનનાર યુવતીને રિદ્ધિ અને તેના પતિ પાસેથી છ લાખ કરતાં વધુ રકમ લેવાની હતી તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. આરોપીઓ મવડીના બાપા સીતારામ ચોક પાસે આદર્શ એવન્યૂમાં રહેતા હતા અને હોટલ ભાડા પર ચલાવતા હતા. ઝઘડો થયા બાદ હોટલમાંથી હિરેન અને તેની પત્નીએ યુવતી અને તેના મિત્રને કાલાવડ રોડ પરની હોટલ નોવા શાઈનમાં ત્રણ દિવસનું પેમેન્ટ કરી રહેવા મોકલી દીધા હતા. ત્રણ દિવસ બાદ બંનેએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું અને ડોક્યુમેન્ટ્સ પણ આપ્યા ન હતા. એટલું જ નહીં, હિરેને તેના મિત્ર સાથેના સંબંધોની જાણ તેના પિતાને કરી દીધી હતી, જેથી કંટાળીને તેણે પોલીસ કમિશનરને અરજી આપતા ભક્તિનગર પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
