માલિયાસણમાં પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાત, ગભરાયેલો પતિ મૃતદેહને વતન ખંભાત લઈ ગયો

શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા જામનગર બાયપાસ રોડ પર ક્રિષ્ના હોટલ નજીક માલિયાસણ વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં એક ઘટના સામે આવી છે. મૂળ આણંદ…

શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા જામનગર બાયપાસ રોડ પર ક્રિષ્ના હોટલ નજીક માલિયાસણ વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં એક ઘટના સામે આવી છે. મૂળ આણંદ જિલ્લાના ખંભાત સ્થિત ભાટ તલાવડીના વતની અને હાલ રાજકોટના માલિયાસણમાં રહેતા 22 વર્ષીય કુલતીબેન પ્રકાશભાઈ રાજુભાઈ સલાટે અગમ્ય કારણોસર પોતાની ઝૂંપડપટ્ટીમાં લાકડાની વળીએ લટકીને ગળેફાંસો ખાઈ લીધો હતો. આ બનાવ તા.05/10ના રોજ બપોરના સુમારે બન્યો હતો.

પત્નીને લટકતી હાલતમાં જોઈ પતિ ગભરાઈ ગયો હતો અને તેણે સ્થાનિકે કોઈને પણ જાણ કર્યા વગર મૃતદેહને નીચે ઉતારી લીધો હતો. ત્યારબાદ તે પત્નીની લાશને સીધી પોતાના મૂળ વતન ખંભાત લઈ ગયો હતો. ખંભાત પહોંચી તેણે નજીકના ખંભાત રૂૂઅલ પોલીસ સ્ટેશને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ સી.એચ.સી. ખંભાત (કેનેડી) હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.હિતેશ શાહ દ્વારા મૃતદેહને પીએમ રૂૂમમાં રખાવી કાયદેસરની યાદી તૈયાર કરવામાં આવી હતી.

ખંભાત રૂૂઅલ પોલીસ સ્ટેશનના પીએસઓ અસઆઈ અનિલકુમાર દ્વારા આ અંગે રાજકોટના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી.જેના આધારે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.આ બનાવની આગળની તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ જે. ગોહેલ ચલાવી રહ્યા છે.