પ્રેમીએ દોઢ વર્ષ સાથે રહ્યા બાદ સંબંધ તોડી નાખતા પરિણીત પ્રેમિકાએ ફિનાઇલ પીધું

શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા વીરડા વાજડી ગામે રહેતી યુવતીએ રાજશ્રી સીનેમાં પાસે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં…

શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા વીરડા વાજડી ગામે રહેતી યુવતીએ રાજશ્રી સીનેમાં પાસે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. દોઢ વર્ષ સાથે રહ્યા બાદ પ્રેમીએ સંબંધ તોડી નાખતા આ પગલું ભરી લીધાનુ જાણવા મળ્યુ છે.

જાણવા મળતી વિગત મુજબ વીરડા વાજડી ગામે રહેતી જયશ્રી અજયભાઇ પરમાર (ઉ.વ.30)નામની પરિણીતાએ આજે સવારે રાજેશ્રી ટોકીઝ પાસે ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં તેણીના લગ્ન ધોરાજી રહેતા અજય સાથે થયા હતા. પરંતુ અજય દારૂ પીને ત્રાસ આપતો હોય જેથી દોઢ વર્ષ પહેલા કેતન શિંગરખીયા સાથે ઇન્સ્ટાગ્રામ મારફત સંપર્ક થતા પ્રેમ સંબંધ બંધાયો હતો. જેથી બંન્ને દોઢ વર્ષથી સાથે રહેતા હતા. બાદમાં પ્રેમીએ ‘હવે મારે તારે સાથે સંબધ નથી રાખવો’ તેમ કહી સંબધ તોડી નાખતા લાગી આવવાથી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યુ છે.