ઉના રેલવે સ્ટેશન નજીકથી પુરુષનો કોહવાયેલો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ તેજ

ઉના રેલવે સ્ટેશન નજીક આવેલ અવાવરુંજગ્યામાંથી એક અજાણ્યા પુરુષનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. હિન્દુ યુવા સંગઠન ના કાર્યકરોની સતર્કતાના કારણે…

ઉના રેલવે સ્ટેશન નજીક આવેલ અવાવરુંજગ્યામાંથી એક અજાણ્યા પુરુષનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. હિન્દુ યુવા સંગઠન ના કાર્યકરોની સતર્કતાના કારણે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, રેલવે સ્ટેશન નજીકથી પસાર થતા હિન્દુ યુવા સંગઠનના મહેશભાઈ બારૈયા અને અજયભાઈ બાંભણીયા ને અવાવરું જગ્યાએથી તીવ્ર દુર્ગંધ આવતા શંકા ગઈ હતી. તપાસ કરતા તેમને એક પુરુષનો કોહવાયેલો મૃતદેહ નજરે પડ્યો હતો. તેમણે તાત્કાલિક ઉના પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

ઘટનાની જાણ થતા જ ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ. મોરી તાત્કાલિક ટીમ સાથે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. કાયદેસરની પ્રક્રિયામાટેઉનામામલતદાર કચેરીને જાણ કરાતા નાયબ મામલતદાર મકવાણા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

મૃતદેહ અત્યંત કોહવાયેલી હાલતમાં હોવાથી તેની ઓળખ કરવી પોલીસ માટે પડકારરૂૂપ બનીછે.પ્રાથમિક દૃષ્ટિએ મૃતદેહ અંદાજે પાંચથી સાત દિવસજૂનોહોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ બનાવ હત્યા નો છે કે આત્મહત્યાનો તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂૂ કરી છે.

પોલીસે મૃતદેહ મળ્યો તે સ્થળની આસપાસના વિસ્તારોમાં પણ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. ગુમ થયેલા વ્યક્તિઓની યાદી ચકાસવામાં આવી રહી છે. પોલીસ દરેક પાસાને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ બહાર આવે તેવી શક્યતા છે.મૃતકની ઓળખ થાય તે માટે પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે, જો કોઈ વ્યક્તિ છેલ્લા એક સપ્તાહથી ગુમ હોય તોઉનાપોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.