રાષ્ટ્રીય

મનમોહનસિંહે આર્થિક ઉદારીકરણનો નિર્ણય કરી વિકાસનો પાયો નાખ્યો-અદાણી

Published

on

ગૌતમ અદાણીએ ક્રિસિલના એક કાર્યક્રમમાં કહ્યું કે મનમોહન સિંહે આર્થિક ઉદારીકરણનો સાહસિક નિર્ણય લઈને લાયસન્સ રાજનો અંત લાવ્યો. જેના કારણે દેશમાં વેપાર ધંધામાં પ્રગતિ થઈ શકે છે.


અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના વખાણ કરતા કહ્યું કે વર્ષ 1991માં તત્કાલિન નાણામંત્રી મનમોહન સિંહે આર્થિક ઉદારીકરણની નીતિના પગલાં લઈને દેશની અર્થવ્યવસ્થાને નવી દિશા બતાવી હતી. અદાણી ગ્રુપના ચેરમેને કહ્યું કે આર્થિક ઉદારીકરણના આ સાહસિક પગલાએ ભારતના વિકાસનો પાયો નાખ્યો. આ પાયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 10 વર્ષમાં ભારતની પ્રગતિની ગાથા લખી છે.


મુંબઈમાં ક્રિસિલના એક કાર્યક્રમને સંબોધતા ગૌતમ અદાણીએ કહ્યું કે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની તૈયારીઓ 1991માં જ શરૂૂ થઈ ગઈ હતી. 1991 થી 2014 નો સમયગાળો અર્થતંત્ર માટે પાયો અને રનવે તૈયાર કરવામાં ખર્ચવામાં આવ્યો હતો. વિકાસના એરક્રાફ્ટે 2014 થી 2024 વચ્ચે આ રનવે પર ઉડાન ભરી છે. તેમણે કહ્યું કે મનમોહન સિંહે દેશમાં લાયસન્સ રાજનો અંત લાવ્યો. તેની મદદથી ભારતમાં બિઝનેસ શરૂૂ થયો. રોકાણ, ક્ષમતા વધારવા અને કિંમતો નક્કી કરવા માટે સરકારની મંજૂરીની જરૂૂર નથી.


ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો જબરદસ્ત વિકાસ થયો છે. તેમણે નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન (NIP) વિશે પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે તેને આગળ લઈ જવા માટે જાહેર અને ખાનગી ક્ષેત્રે સાથે આવવું પડશે. દેશમાં ઉર્જા, લોજિસ્ટિક્સ, પાણી, એરપોર્ટ અને સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર જબરદસ્ત કામ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version