માંડાડુંગરના યુવાને પિતા અને ભાઈના ત્રાસથી ફિનાઈલ ગટગટાવ્યું

શહેરમાં માંડાડુંગર વિસ્તારમાં રહેતાં યુવકે પિતા અને ભાઈ મકાન ખાલી કરાવવા ત્રાસ આપતાં હોવાના આક્ષેપ સાથે ફિનાઈલ પી લીધું હતું. યુવકની તબિયત લથડતાં સારવાર માટે…

શહેરમાં માંડાડુંગર વિસ્તારમાં રહેતાં યુવકે પિતા અને ભાઈ મકાન ખાલી કરાવવા ત્રાસ આપતાં હોવાના આક્ષેપ સાથે ફિનાઈલ પી લીધું હતું. યુવકની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, માંડાડુંગરમાં રહેતાં ભરત દિનેશભાઈ ચાવડા નામનો 36 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બપોરના સમયે ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં ભરત ચાવડા ત્રણ ભાઈ એક બહેનમાં મોટો છે અને તેને સંતાનમાં બે પુત્રી છે. ભરત ચાવડા રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પિતા દિનેશભાઈ પુનાભાઈ ચાવડા અને ભાઈ જીગ્નેશ દિનેશભાઈ ચાવડા મકાન ખાલી કરવા બાબતે ત્રાસ અ આપતાં હોવાના આક્ષેપ સાથે ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજી ડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.