પોકસો એકટના ગુનામાં ભોગ બનનારની જુબાની અને સરકારી વકીલની દલીલ ગ્રાહ્ય રાખતી કોર્ટ
શહેરમાં માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી સગીરાનુ અપહરણ કરી અડપલા કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને અદાલતે 10 વર્ષની સજા અને ભોગ બનનાર સગીરાને રૂૂપિયા એક લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ શહેરમાં માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પરિવારની 15 વર્ષની સગીરાનું કોઠારીયા રોડ પર આવેલી અંકુર સોસાયટીમાં રહેતા સમીર સત્તારભાઈ સપ્પા નામના શખ્સે બળજબરી પૂર્વક અપરણ કરી સગીરા સાથે અડપલા કર્યા હોવાની માલવીયાનગર પોલીસ મથકમાં સમીર સપ્પા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો જે કેસમાં આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળતા તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ બાદ કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા પ્રોસિક્યુશન દ્વારા આ કેસના ફરિયાદીની જુબાની લેવામાં આવેલી અને તેઓએ બનાવની હકીકતને સમર્થન કરતા જુબાની આપેલી તથા આ કેસના ભોગબનનાર સગીરાની જુબાની લેવામાં આવેલી જેમાં સગીરાએ તેણીનું બળજબરીપૂર્વક આરોપી અપહરણ કરી તેના ઘરે લઈ જઈ અડપલા કરેલ હોવાની હકીકત કોર્ટમાં જણાવેલી તેમજ પ્રોસિક્યુશન દ્વારા આ કેસમાં સગીરાના જન્મનું પ્રમાણપત્ર આપનાર સરકારી કચેરીના કર્મચારી, તપાસ કરનાર પોલીસ અધિકારી, ડોક્ટર અને અન્ય સાહેદોની જુબાની લેવામાં આવેલી તેમજ પ્રોસિફિકેશન દ્વારા દસ્તાવેજી પુરાવાઓ રજૂ રાખી કરવામાં આવેલી દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ જજ ટી.એસ. બ્રહ્મભટ્ટે આરોપી સમીર સતારભાઈ સપ્પાને તકસીરવાન ઠરાવી 10 વર્ષની સજા અને સગીરાને વિક્ટ ટીમ કમ્પોઝિશન અન્વયે રૂૂપિયા એક લાખનું વળતર અપાવેલ છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા.
છાત્રાની સતામણી કરનાર અપરાધીને 3 વર્ષની સજા
રાજકોટમાં વર્ષ 2022માં 17 વર્ષની સગીરા પોતાના ઘેરથી કોલેજ જતી અને પ્રાઇવેટ ક્લાસીસમાં જતી તે દરમ્યાન આરોપી તેનો પીછો કરતો અને અશ્ર્લીલ, બિભત્સ ઇશારાઓ કરતો, ગાળો બોલતો અને સગીરા પર સળગતી સિગરેટ પણ ફેંકેલી અને તેણીને બ્લેકમેલ કરવાની ધમકી પણ આપતો, જેથી છેવટે કંટાળીને સગીરાએ “દુર્ગાશક્તિ” મારફત મહિલા પોલીસનો સંપર્ક કર્યા બાદ સગીરાના માતુશ્રીએ ફરિયાદી બની વાણિયાવાડી વિસ્તારમાં રહેતા યુવક સન્ની નરેશભાઇ પરમાર સામે ફરિયાદ કરેલી અને સગીરાની માતાએ એવું જણાવેલ કે, દીકરીને પ્રાઇવેટ ક્લાસીસમાંથી લઈને પોતે પરત આવતા હોય ત્યારે પણ આરોપી તેમનો પીછો કરતો આ રીતે લાંબા સમય સુધી આરોપીએ સગીરાની પજવણી કરતો હોવાનું જણાવ્યું હતું. આ કેસ સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલવા ઉપર આવતા કોર્ટે આરોપી સન્ની નરેશભાઈ પરમારને પોકસો એક્ટની કલમ 12માં 3 વર્ષની સજા, આઈ.પી.સી.ની કલમ 354 (એ) તથા 354 (બી)માં 3-3 વર્ષની સજા, આઈ.પી.સી.ની કલમ – 509માં 3 વર્ષની સજા, આઈ.પી.સી.ની કલમ 506 તથા 223માં 1-1 વર્ષની સજા ફટકારેલ છે તેમજ કુલ રૂૂ.10 હજારનો તેમજ સગીરાને વિપટીમ કોમ્પેન્શન મુજબ રૂૂ.50 હજારનું સરકારી વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. આ કામમાં સરકાર પક્ષેથી મહેશકુમાર એસ. જોષીએ દલીલો કરી હતી.
