રાજકોટમાં 44 ડિગ્રીએ અગનવર્ષા, લૂ લાગવાથી યુવકનું મોત

ચાલીને જઈ રહેલો નેપાળી બેભાન હાલતમાં મોતને ભેટયો, બજારોમાં કુદરતી કફર્યુ રાજકોટમાં ધખધખતી ગરમીએ આજે આકરો મીજાજ દેખાડયો છે અને આજે તાપમાનનો પારો 44 ડિગ્રી…

ચાલીને જઈ રહેલો નેપાળી બેભાન હાલતમાં મોતને ભેટયો, બજારોમાં કુદરતી કફર્યુ

રાજકોટમાં ધખધખતી ગરમીએ આજે આકરો મીજાજ દેખાડયો છે અને આજે તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી જતાં બજારોમાં કુદરતી કફર્યુ જેવી સ્થિતિ જોવા મળી હતી. આ સાથે રાજકોટમાં લૂ લાગવાથી પ્રથમ સાત નિપજ્યું છે. શહેરના રૈયા રોડ ઉપર હનુમાન મઢી પાસે ચાલીને જતો નેપાળી યુવાન સુરેશ પરિહાર (ઉ.42) ગરમીના કારણે બેભાન થઈ જતાં તેનું મોત નિપજ્યું હતું. મૃતક યુવાન ભોમેશ્ર્વર વિસ્તારમાં રહેતો હોવાનું અને છુટક મજુરી કરી પેટીયુ રળતો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ સિવાય અમદાવાદ, અમરેલી સહિતના સ્થળોએ 44 ડિગ્રીએ તાપમાન પહોંચ્યાના અહેવાલો છે.

રાજકોટમાં આજે તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચતા વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને બપોરના સમયે બિનજરૂૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે. સુરેશ પરિહારનો કિસ્સો એ વાતની સાક્ષી પૂરે છે કે કાળઝાળ ગરમી અને લૂ શ્રમિક વર્ગ માટે કેટલી ઘાતક સાબિત થઈ શકે છે. હીટસ્ટ્રોકના કારણે થયેલા આ મોતે સ્થાનિક વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે નેપાળી સમાજ અને સ્થાનિકોમાં આ કરૂૂણ ઘટનાને પગલે શોકની લાગણી પ્રસરી ગઈ છે.

હવામાન વિભાગમાં સતત ઉલટવેર થઈ રહ્યો છે એપ્રિલમાં ઘગધગતા તાપમાનમાં લોકોએ દિવસો વિતાવ્યા ત્યારે મે મહિનાની શરૂૂઆતમાં પણ હાલ તાપમાન 40 ડિગ્રી થી વધુ નોંધાયું છે રાજકોટનું તાપમાન પણ 44 ડિગ્રીએ પહોંચી ગયું છે ત્યારે આગામી 13 તારીખ સુધી વાતાવરણમાં કોઈ મેજર બદલાવ નહીં પરંતુ હીટ વેવ ની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી છે. રાજકોટનું તાપમાન 44 ડિગ્રીએ પહોંચી ગયું છે. ત્યારે રાજકોટમાં લાગવાથી યુવાનનું જે મોત થયું છે તે પ્રથમ મોત છે અને રાજકોટ શહેર ધગધગતું ઉકર્યું છે.

હવામાન વિભાગે 14મી મે સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે નવમી તારીખે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકામાં યલો એલર્ટ સાથે હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. 10મી તારીખથી હીટવેવ એલર્ટ વધારે જિલ્લાઓમાં જોવા મળશે. રવિવારે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, સુરતમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે. 11મી તારીખના રોજ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, સુરતમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે.

હવામાન વિભાગે વધુ માહિતી આપતા જણાવ્યું કે, 12મી તારીખના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે. 13મી તારીખે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, અમદાવાદ, આણંદમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 13મી તારીખે કચ્છ, બનાસકાંઠા, પાટણ, દેવભૂમિ દ્વારકામાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ આપ્યું છે. 14મી તારીખે ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લામાં અને કચ્છમાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.