ક્રાઇમ

પાટડી પાસેથી 29 હજારના એમ.ડી. ડ્રગ્સ સાથે વિરમગામનો શખ્સ ઝડપાયો

Published

on


સુરેન્દ્રનગર એસઓજીએ બાતમીના આધારે માલવણ હાઇવે પર બજાણા પાસે દરોડો પાડી 29 હજારના એમડી ડ્રગ્સ સાથે વિરમગામના શખ્સની ધરપકડ કરી સાગરીતની શોધખોળ શરૂ કરી છે. ડ્રગ્સ સહિત એસઓજીએ 36 હજારનો મુદ્દામાલ કબ્જે ર્ક્યો છે.


મળતી વિગતો મુજબ, સુરેન્દ્રનગર એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે માલવણ પાટડી હાઇવે પર બજાણા પાસે ભેરુનાથ હોટેલના પટાંગણમાં એમડી ડ્રગ્સ સાથે એક શખ્સ વેંચવા મો ઉભો છે જેના આધારે દરોડો પાડી વિરમગામના મુનશર દરવાજા પાસે રહેતા ઇફ્તાજઉર્ફે નવાબ ઇશુબખાન પઠાણની ધરપકડ કરી તેની પાસેથી રૂા.29500ની કીમતનું 2.95 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યો હતો. મોબાઇલ અને રોકડ સહિત 36 હજારનો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ કરતા આ પ્રકરણમાં નિકુલ ઠાકોર ઉર્ફે પાપડીનું નામ ખુલ્યું છે. જેની શોધખોળ શરૂ કરાઇ છે.


સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો.ગીરીશ પંડયાની સુચનાથી એસઓજીના પીઆઇ બી.એચ.શીંગરખીયા સાથે એ.એસ.આઇ. અનિરુદ્ધસિંહ મહિપતસિંહ ઝાલા, અશ્ર્વિનભાઇ, ચેહરભાઇ, બળદેસંગ અમરસંગ ડોડીયા, મહાવિરસિંહ, બલભદ્રસિંહ, અશ્ર્વિનભાઇ કરશનભાઇ, અનિરુદ્ધસિંહ ભરતસિંહ ઝાલાએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version