મોરબીમાં 1.38 લાખનાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

એસ.ઓ.જી.ની ટીમે મોરબી માં સાયન્ટીફીક રોડ પર વજેપર શેરી નંબર-23માં આવેલા એક વાડામાં રેઇડ કરી હતી. આ દરમિયાન ત્યાં હાજર દાઉદ અબ્બાસભાઇ ખુરેશી (ઉંમર વર્ષ…

એસ.ઓ.જી.ની ટીમે મોરબી માં સાયન્ટીફીક રોડ પર વજેપર શેરી નંબર-23માં આવેલા એક વાડામાં રેઇડ કરી હતી. આ દરમિયાન ત્યાં હાજર દાઉદ અબ્બાસભાઇ ખુરેશી (ઉંમર વર્ષ 27, ધંધો: મજુરી) નામના શખ્સને અટકાયતમાં લેવામાં આવ્યો હતો. પોલીસે વાડામાં તપાસ કરતાં કોઈપણ પાસ-પરમિટ વગરનો 1 કિલો 992 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો (કિંમત રૂૂપિયા 99,600) તથા 11 ગ્રામ 37 મિલિગ્રામ હાઇબ્રિડ ગાંજો (કિંમત રૂૂપિયા 38,629) મળી આવ્યો હતો.

આ ઉપરાંત, નશાના વેપાર માટે રાખેલા નાનો-મોટો ઇલેક્ટ્રીક વજનકાંટો, પેકિંગ માટેની પ્લાસ્ટિકની નાની-મોટી કોથળીઓ, ડ્રગ્સના વેચાણના રોકડા રૂૂપિયા 1,620, એક વિવો કંપનીનો મોબાઇલ ફોન અને અન્ય કાગળો મળી કુલ રૂૂપિયા 1,45,549નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આ જથ્થો તેણે રાજકોટના ગામીત નામના શખ્સ પાસેથી વેચવાના ઇરાદે મંગાવ્યો હતો. આ મામલે પોલીસે પકડાયેલા આરોપી દાઉદ ખુરેશીની અટક કરી છે, જ્યારે જથ્થો સપ્લાય કરનાર રાજકોટના શખ્સને ઝડપી લેવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.