ખંભાળિયાના બેરાજા ગામેથી સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

ખંભાળિયા તાલુકાના બેરાજા ગામે રહેતા જલ્પેશ મગનલાલ આરંભડીયા નામના 35 વર્ષના શખ્સને પોલીસે આઈપીએલ ક્રિકેટ મેચમાં પોતાના મોબાઈલ ફોન પર ચોક્કસ આઈડી મારફતે ઓનલાઈન જુગાર…

ખંભાળિયા તાલુકાના બેરાજા ગામે રહેતા જલ્પેશ મગનલાલ આરંભડીયા નામના 35 વર્ષના શખ્સને પોલીસે આઈપીએલ ક્રિકેટ મેચમાં પોતાના મોબાઈલ ફોન પર ચોક્કસ આઈડી મારફતે ઓનલાઈન જુગાર રમતા ઝડપી લઇને જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી, મુદ્દામાલ કબજે કર્યો હતો.

દારુ
ખંભાળિયા નજીક આવેલી સરકારી લાઇબ્રેરી પાછળના ઘનશ્યામ નગર ખાતે રહેતા દેવદાસ ઉર્ફે દેવુ મોમૈયા ધારાણી અને લખમણ નાગાજણ ધારાણી નામના બે શખ્સો દ્વારા પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે રાખેલો દેશી દારૂૂ બનાવવાનો આથો, ગેસના ચૂલા, સિલિન્ડર, તાંબાની નળી વિગેરે મળી કુલ રૂૂપિયા 27,050 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે આ દરોડા દરમ્યાન ઉપરોક્ત બંને આરોપીઓ પોલીસને હાથ લાગ્યા ન હતા. આ સમગ્ર પ્રકરણમાં ખંભાળિયા પોલીસને બંને શખ્સો સામે પ્રોહિ. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.