Site icon Gujarat Mirror

રાજસ્થાનથી પાર્સલમાં 480 બોટલ વિદેશી દારૂ લાવનાર શખ્સની ધરપકડ

શહેરના વૃંદાવન સોસાયટીમાં આવેલા મકાનમાં પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા.76,800ની કિંમતની 480 બોટલ વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી લીધો હતો. રાજસ્થાનથી પાર્સલમાં જાતે જ દારૂ લાવીને રાજકોટમાં વેપાર કરતાં આ બુટલેગરની પીસીબીએ રિમાન્ડ ઉપર પુછપરછ શરૂ કરી છે. છેલ્લા ઘણા વખતથી દારૂનો ધંધો કરતાં બુટલેગર અગાઉ પણ રાજસ્થાન ટ્રીપ મારીને આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

શહેરના મવડી પ્લોટમાં આવેલા વૃંદાવન સોસાયટી શેરી નં.6માં પીસીબીએ દરોડો પાડયો હતો. આર્યનગરનો રહેવાસી ધવલ મનસુખ સોજીત્રા નામનો શખ્સ રૂા.76,800ની 480 બોટલ દારૂ સાથે ઝડપાઈ ગયો હતો. પીસીબીની ટીમે પુછપરછ કરતાં તે રાજસ્થાનથી આ દારૂ પાર્સલમાં લાવ્યો હોવાનું જણાવ્યું હતું. પીસીબીના કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મહેતા, કરણભાઈ મારૂ અને યુવરાજસિંહ રાણાની બાતમીના આધારે પીસીબીએ દરોડો પાડયો હતો. પેડક રોડ પર આર્યનગરમાં રહેતા શખ્સે તેના સગાને ત્યાં મવડી પ્લોટમાં આ દારૂનો જથ્થો ઉતાર્યો હતો.

પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરતી પીસીબીના પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.જે.હૂંણ સાથે પીએસઆઈ પી.બી.ત્રાજીયા, આર.કે.જાડેજા, એ.એસ.આઈ. સંતોષભાઈ મોરી, મયુરભાઈ પલારીયા, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, રાહુલગીરી ગૌસ્વામી, દેવરાજભાઈ કળોતરા, વાલજીભાઈ જાડા, નવીનભાઈ ડાંગર, હિરેનભાઈ સોલંકી અને હિરેન્દ્રસિંહ પરમારે કામગીરી કરી હતી.

Exit mobile version