ભોગ બનનાર નવનીત બાલધિયાએ વીડિયો સંદેશ થકી ભાવનગરમાં ઉમટી પડવા આહવાન કર્યુ
બહુ ચર્ચિત બગદાણા આશ્રમના સેવક નવનીત બાલધિયા પર થયેલા હિચકારા હુમલાને પગલે રોષે ભરાયેલો કોળી સમાજ હવે લડી લેવાના મૂડમાં છે. નવનીત બાલધિયાને ન્યાય મળે તે માટે ભાવનગરમાં પહેલી ફેબ્રુઆરીએ મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે. જેમાં કોળી સમાજના તમામ આગેવાનો સહિત તમામ લોકોને મોટી સંખ્યામાં જોડાવા માટે હાકલ કરવામાં આવી છે.
આ હુમલા ભોગ બનનારા નવનીત બાલધિયા દ્વારા વીડિયો સંદેશ મારફતે લોકોને આહવાન કરવામાં આવ્યું છે. જેમાં નવનીત બાલધિયાએ જણાવ્યું છે કે, આગામી 1 ફેબ્રુઆરી, 2026ના રોજ ભાવનગર શહેરમાં ભાવનગરમાં ન્યાય સભા યોજાવા જઈ રહી છે. જેમાં તમામ કોળી બંધુઓએ હાજર રહેવું જરૂૂરી છે. નવનીત બધાલિયાએ કોળી સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલોને પણ મહાસંમેલનમાં હાજર રહેવા વિનંતી કરી છે.
ગત 29 ડિસેમ્બર, 2025ના રોજ 8 જેટલા ઈસમોએ નવનીત બાલધિયા પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલા પાછળ માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની સંડોવણી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ બનાવ અંગે પોલીસે 11 શખ્સોને ઝડપી લીધા છે.
હકીકતમાં જાણીતા ડાયરા કલાકાર માયાભાઈ આહીરે મુંબઈમાં એક કાર્યક્રમમાં બગદાણા આશ્રમને લઈને ટિપ્પણી કરી હતી. જેથી બગદાણા આશ્રમના સેવક નવનીત બધાલિયાએ માયાભાઈ આહીરને તેમની ભૂલથી વાકેફ કરવામાં આવ્યા હતા. જે બાદ માયાભાઈ આહીરે સોશિયલ મીડિયામાં વીડિયો થકી પોતાની ટિપ્પણીને લઈને માફી પણ માંગી લીધી હતી. ત્યારબાદ ગત 29 ડિસેમ્બર,ના 8 જેટલા ઈસમોએ નવનીત બાલધિયા પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલા પાછળ માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની સંડોવણી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ કેસમાં પોલીસની તપાસ પણ શરૂૂઆતથી જ શંકાના ઘેરા રહી હતી. કોળી સમાજના આક્રોશને પગલે સરકાર દ્વારા સમગ્ર મામલે તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે માયાભાઈનો પુત્ર જયરાજ આહીર પણ SIT સમક્ષ હાજર રહ્યો હતો. જ્યાં તેની સતત સાડા ત્રણ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસે 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ 1 જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો, જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી.

