રાષ્ટ્રીય

મમતા સરકાર ઝૂકી; આરજી કર હોસ્પિટલના પ્રિન્સિપાલ સહિતનાઓની પદ પરથી હકાલપટ્ટી

Published

on

પશ્ચિમ બંગાળના કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કર અને હત્યાનો મામલો ગરમાયો છે. આ દરમિયાન આરજી કર હોસ્પિટલના પ્રિન્સિપાલ સુહરિતા પોલને હટાવી દેવામાં આવ્યા છે. તેમના સિવાય એમએસવીપી બુલબુલ મુખર્જી, ચેસ્ટ ડિપાર્ટમેન્ટ હેડ અરુણાભ દત્તા ચૌધરી અને આસિસ્ટન્ટ સુપર સુચરિતા સરકારને પણ તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય સચિવ નારાયણ સ્વરૂપ નિગમે આ મોટી કર્યવાહી કરી છે.
આ સિવાય એવા પણ સમાચાર છે કે, બંગાળ સરકારે પણ વિરોધ કરી રહેલા મેડિકલ વિદ્યાર્થીઓની માંગણીઓ સ્વીકરી લીધી છે. તમને જણાવી દઈએ કે તાલીમાર્થી ડોક્ટરની હત્યા બાદ વિરોધ કરી રહેલા ડોક્ટરો આ લોકોને હટાવવાની માંગ કરી રહ્યા હતા. જેની સામે આજે મમતા બેનર્જીની સરકાર ઝૂકી ગઈ.


આરજી કર મેડિકલ કોલેજની સુરક્ષા માટે કેન્દ્ર દ્વારા નિયુક્ત નોડલ ઓફિસર શિખર સહાય સહિત સીઆઇએસએફના વરિષ્ઠ અધિકરીઓએ પશ્ચિમ બંગાળ સરકારના આરોગ્ય સચિવ એનએસ નિગમ, આરજી કર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ અને અધિકરીઓ સાથે બેઠક કરી હતી. હોસ્પિટલ કોલકાતા પોલીસ અધિકરીઓ સાથે સીઆઇએસએફના જવાનોની તૈનાતી, સુરક્ષાના પગલાં અને અન્ય પાસાઓ અંગે પણ બેઠક યોજાઈ હતી.


કોલકાતામાં જ્યારે ટ્રેઇની ડોક્ટર પર બળાત્કર અને હત્યાનો મામલો સામે આવ્યો ત્યારે આરજી કર હોસ્પિટલના તત્કાલીન પ્રિન્સિપાલ સંદીપ ઘોષે વિરોધ શરૂ કર્યો હતો. વધતી નારાજગી જોઈને સંદીપ ઘોષે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું અને પછી સુહરિતા પોલને આ હોસ્પિટલના પ્રિન્સિપાલ બનાવવામાં આવ્યા. હવે સમાચાર આવ્યા છે કે વિદ્યાર્થીઓના વિરોધ બાદ સુહરિતા પોલને પણ તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version