Site icon Gujarat Mirror

મિલકત કે વાહન વગરના મમતા બેનરજી દેશના સૌથી ગરીબ સીએમ

 

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારમાંથી ફરી ઉમેદવારી નોંધાવતાં ચૂંટણી આયોગ સમક્ષ જમા કરાવેલા સ્વ-ઘોષિત હલફનામામાં પોતાની કુલ સંપત્તિ માત્ર 15.4 લાખ રૂૂપિયા જ દર્શાવી છે.

આ સાથે તેઓ દેશના સૌથી ગરીબ મુખ્યમંત્રી તરીકે ફરી એક વાર સામે આવ્યા છે. તેમના હલફનામા અનુસાર, હાથમાં રોકડ રૂૂપિયા 75,700 છે. તેમની પાસે 9.8 ગ્રામ સોનાનું આભૂષણ છે, જેની કિંમત રૂૂપિયા 1.45 લાખ આંકવામાં આવી છે. તેઓ કોઈ વાહન કે મિલકતના માલિક નથી. તેમની પાસે કોઈ કૃષિ કે બિન-કૃષિ જમીન કે મકાન પણ નથી. કોઈ લોન કે દેવું પણ નથી.

મમતા બેનર્જીની વાર્ષિક આવક રૂૂપિયા 23.2 લાખ દર્શાવવામાં આવી છે. આ આવક મુખ્યત્વે તેમના પુસ્તકોના રોયલ્ટી અને બેંક ડિપોઝિટ પરના વ્યાજમાંથી આવે છે. તેઓ ખકઅ તરીકેનો પગાર અને સાંસદ તરીકેની પેન્શન લેતા નથી, તેવું તેઓ જાહેરમાં કહી ચૂક્યા છે.

તેમના બેંક ખાતામાં કુલ લગભગ 13 લાખ રૂૂપિયા છે, જેમાં વ્યક્તિગત ખાતામાં રૂૂપિયા 12.4 લાખ અને ચૂંટણી ખર્ચ માટેના અલગ ખાતામાં રૂૂપિયા 40,000 છે. 2021ના હલફનામા સાથે સરખામણી કરતાં તેમની આવકમાં માત્ર 8 લાખ રૂૂપિયાનો વધારો થયો છે અને કુલ સંપત્તિમાં કોઈ નોંધપાત્ર ફેરફાર નથી. 2016માં તેમની સંપત્તિ 30.4 લાખ રૂૂપિયા હતી.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (અઉછ)ના અહેવાલ મુજબ 2021માં પણ તેઓ 31 મુખ્યમંત્રીઓમાં સૌથી ઓછી સંપત્તિવાળા હતા. આ હલફનામામાં મમતા બેનર્જી સામે કોઈ ક્રિમિનલ કેસ પણ નથી. તેઓ કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને એલએલબીની ડિગ્રી ધરાવે છે.

આ આંકડાઓ એક વખત ફરી દર્શાવે છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તેમની સાદી અને સાધારણ જીવનશૈલી માટે જાણીતા છે. તેમની સંપત્તિમાં કોઈ મોટા ફેરફાર વિના તેઓ લગભગ એક જ સ્તરે રહ્યા છે, જ્યારે અન્ય કેટલાક મુખ્યમંત્રીઓની સંપત્તિ કરોડોમાં છે.

Exit mobile version