થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં મોટી દુર્ઘટના બની છે. બેંગકોકના પ્રખ્યાત પબમાં આજે વહેલી સવારે ભયાનક આગ લાગી હતી. આ ભીષણ આગમાં 27 લોકોના મોત થયા હતા, જ્યારે 63 લોકો ઘાયલ થયા હતા.આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે અંદર હાજર લોકોને બહાર નીકળવાની તક જ મળી ન હતી.
https://x.com/Osint613/status/2076376002242998544
ઈજાગ્રસ્ત લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આગ લાગવાના કારણની તપાસ હજુ ચાલુ છે. ફાયર બ્રિગેડ વિભાગે જણાવ્યું કે તેમને રાત્રે 12 વાગ્યે આગ લાગવાની જાણ થઈ હતી. લગભગ 30 મિનિટની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઇમારતનો મોટો ભાગ બળી ગયો હતો.
થાઈલેન્ડના વડાપ્રધાન અનુતિન ચર્નવિરાકુલે ઘટનાસ્થળની મુલાકાત લઈને 27 લોકોના મોતની પુષ્ટિ કરી છે અને આ મામલે કડક તપાસના આદેશ આપ્યા છે. આ અકસ્માતમાં સૌથી વધુ હૃદયદ્રાવક દ્રશ્યો પબના પાછળના ભાગમાં જોવા મળ્યા હતા. ફાયર ફાઈટરોને પબના પાછળના ભાગમાં આવેલા રેસ્ટરૂમ (વોશરૂમ) માંથી અનેક લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.
