ગુજરાત

વેરાવળના લુંભા ગામે માઈન્સના ખાડામાં ટ્રક ખાબક્યો, ચાલકનો મૃતદેહ મળી આવ્યો

Published

on

વેરાવળ તાલુકાના લૂંભા ગામે માઇન્સના અતિ વિશાળ અને ઊંડા ખાડા પુરપાટ ઝડપે જતો ટ્રક ખાબકયો હતો. અંદાજે 100 થી વધુ ફૂટ ઊંડા ખાડામાં ટ્રક સાથે ચાલક ગરકાવ થયો હતો. એનડીઆરએફ, તરવૈયાઓની 36 કલાકની શોધખોળના અંતે ટ્રક ચાલકનો મૃતદેહ મળી આવ્યો હતો.


આ બનાવ અંગે વેરાવળ તાલુકા વિકાસ અધિકારી ભાવસિંહ પરમારે જણાવેલ કે, વેરાવળ તાલુકાના લૂંભા ગામે ખાનગી માલિકીની ક્વોરી લીઝના માઇન્સના વિશાળ ખાડામાં ગઈ કાલે બપોરે જી.જે.13 એ.ડબલ્યુ. 1400 નંબરનો ટ્રક (ડમ્પર) હરીરામ યાદવ નામનો 54 વર્ષીય પરપ્રાંતીય ડ્રાઇવર ટ્રકને પુરપાટ ઝડપે ચલાવી પસાર થયેલ ત્યારે માઇન્સના ખાડામાં વળાંક લેતી સમયે ટ્રક ફુલ સ્પીડમાં માઇન્સના ઉંડા ખાડામાં ખાબક્યો હતો. આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં ટ્રક પુરપાટ ઝડપે પસાર થતો હોવાનું જોવા મળે છે.

બનાવના પગલે તુરંત સ્થાનીકો તેમજ તંત્ર દ્વારા માઇન્સના ખાડામાં ખાબકેલ ટ્રક અને પ્રથમ તો ટ્રક ચાલકને બહાર કાઢવા કવાયત હાથ ધરેલ પરંતુ ટ્રક ચાલક ટ્રકની કેબીનમાં બંધ હોય અને માઇન્સમાં 50 ફૂટથી વધુ ઊંડું પાણી હોવાથી ટ્રક ચાલકને બહાર કાઢવામાં સફળતા મળી ન હતી. વેરાવળ ફાયરની અને એનડીઆરએફની ટીમ પણ સતત શોધખોળ કરી રહેલ દરમ્યાન ઓક્સિજન સાથે તરવૈયાને ખાડા માં ઉતાર્યા બાદ 36 કલાકની શોધખોળના અંતે મૃતદેહ હાથ લાગ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version