Site icon Gujarat Mirror

પ્રેમભગ્ન સગીરાએ પોલીસવાન પર ચડી તમાસો કર્યો!

રાત્રે પ્રેમીના ઘરે પહોંચી પણ પ્રેમી નહીં મળતા રસ્તા વચ્ચે મચાવી ધમાલ, મહિલાએ થપ્પડ મારી જીપ નીચે ઉતારી

મારી સાથે આવું 3 વાર થયું છે કહી પોલીસ સાથે પણ બબાલ કરી, અંતે માતા-પિતાને બોલાવી કાઉન્સેલિંગ કરાયુ

વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં ઉત્તરાયણના તહેવારના રાત્રિના સમયે પ્રેમીને મળવા ગયેલી ધો.11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાએ રોડ પર ધમપછાડા કર્યા હતાં. પોલીસ વાન પર ચડી ગઈ હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો. બાદમાં પોલીસ જેમ-તેમ કરીને સગીરાને માંજલપુર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. યુવતીએ પોલીસ વાન ચડીને કહ્યું હતું કે, મારી સાથે 3 વાર આવું થયું છે, મારે દર વખતે પોલીસ સ્ટેશન જવું પડે છે.

આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એલ.ડી.ગમારાએ જણાવ્યું હતું કે, સગીરાના માતા-પિતાને બોલાવીને તેણીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

આ ઘટના અંગેની વિગત એવી છે કે, વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં સગીરા તેના પ્રેમીના ઘરે પહોંચી ગઈ હતી, પરંતુ પ્રેમી ન મળતા તેણે અહીં હોબાળો મચાવ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરતાં માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઇમરજન્સી હેલ્પલાઇન 112ની વાન પણ તાત્કાલિક આવી પહોંચી હતી. સગીરા ગુસ્સામાં પોલીસ વાન પર ચડી ગઈ હતી અને ધમપછાડા કર્યા હતા. બાદમાં પોલીસે સજાવી પોલીસે તેને સુરક્ષિત રીતે માંજલપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. પોલીસે સગીરાના માતા-પિતાને બોલાવીને તેમની હાજરીમાં સગીરાનું કાઉન્સિલિંગ કર્યું હતું.

એક વ્યક્તિ સગીરાનો હાથ પકડતા સગીરા ગુસ્સે થઈ જાય છે અને એય…કહીને બૂમો પાડવા લાગે છે. ત્યારે તે વ્યક્તિ કહે છે ઉતર નહી તો થપ્પડ મારીશ, જેથી સગીરા કહે છે કે નહીં ઉતરી શું કરીશ? ત્યારબાદ તે વ્યક્તિ સગીરાને પકડીને નીચે ઉતારે છે. એક મહિલા સગીરાને થપ્પડ મારે છે, જેથી સગીરા કહે છે કે, હું શા માટે ઉતરું, મને દર વખતે પોલીસ સ્ટેશન જવાનું થાય છે. હાજર મહિલાએ પણ સમજાવી તો પણ સગીરા ન સમજી.

પોલીસ સાથે બબાલ
સગીરા: આપ લોકોને પૈસા આપ્યા છે! તમે મને અંદર ચડાવો છો, મને વાંધો નથી.
સામેની વ્યક્તિ: અમે તને નથી ચઢાવતા, તું ગાડી નીચે ઉતરી જા. અમારી ગાડી પરથી નીચે ઊતરી જા.
યુવતી: મારી સાથે આવું ત્રણ વાર થયું છે ભાઈ! મારો ફોન લાવ. લાવ તારો ફોન લાવ, મારી સાથે 3 વાર આવું થયું છે.
આ સમયે યુવતી બૂમો પાડી પાડે છે અને રડવા લાગે છે. આ દરમિયાન સગીરાને ગાડી પરથી ઉતારવા પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ યુવતી ઉતરવાની ના પાડે છે. પરિસ્થિતિ ગંભીર બનતા અન્ય લોકો પણ વચ્ચે પડે છે.

Exit mobile version