સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ: 1000થી વધુ સીટની ગણતરી પૂર્ણ, રાજકોટમાં BJPને જંગલેશ્વરનું ડિમોલિશન ભારે પડ્યું

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ થયો છે. ગત 26 એપ્રિલના રોજ 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ થયો છે. ગત 26 એપ્રિલના રોજ 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થયું હતું. જેની મતગણતરી આજે શરુ ગઈ છે. ત્યારે 1000થી વધુ સીટની ગણતરી પૂર્ણ થઇ છે. 900 સીટ પર કમળ ખીલ્યું, જયારે 80થી વધુ સીટમાં કોંગ્રેસ આગળ છે.

રાજકોટના વોર્ડ 16માં કોંગ્રેસની પેનલનો વિજય
રાજકોટ મહાનગર પાલિકાના ઇતિહાસનું સૌથી મોટું જંગલેશ્વર વિસ્તારનું ડિમોલિશન થતા ભાજપને નુકશાની ભોગવવાનો વારો આવ્યો. આ વખતે વોર્ડ નંબર 16માં કોંગ્રેસના ચારે ચારે ઉમેદવારની જીત નિશ્ચિત..

કોંગ્રેસના વિજેતા ઉમેદવારના નામ
અર્જુન ચૌહાણ
ઇબ્રાહિમ સોરા
દિપ્તીબેન સોલંકી
રસીલાબેન ગરૈયા

 

રાજકોટના વોર્ડ નંબર 7 અને 10માં ભાજપની પેનલનો વિજય
વોર્ડ નંબર 10માં ભાજપની પેનલનો વિજય
અશ્વિન ભોરણીયા
ઘનશ્યામ હેરભા
જ્યોત્સનાબેન ટીલાળા
નીતાબેન લાલ

વોર્ડ નંબર 7માં ભાજપની પેનલનો વિજય
નેહલભાઈ શુક્લ
દર્શનભાઈ પેંગ્યાતર
ખ્યાતિબેન ગોહેલ
વર્ષાબેન પાંધી

જુનાગઢ : માંગરોળ તાલુકા પંચાયતની ચંદવાણા સીટ પર ભાજપના ભાવેશ ડાભી નો વિજય

મેંદરડા તાલુકા પંચાયતની આલીદ્રા સીટ ઉપર ચિંતન ભીમાણી આમ આદમી પાર્ટી નો વિજય

મેંદરડા તાલુકા પંચાયતની ચિરોડા 4 સીટ પર કોંગ્રેસનો વિજય

બીલખા જિલ્લા પંચાયત સીટ પર ભાજપના ચંપાબેન ઠુમ્મરનો વિજય

ધંધુસર જિલ્લા પંચાયત સીટ પર ભાજપના સોનલબેન દિવરાણીયા નો વિજય

અમરાપુર જીલ્લા પંચાયતની ભાજપના નીમુબેન ચૌહાણની જીત

વિસાવદરની કાલસારી જિલ્લા પંચાયતમાં આપની જીત

આમ આદમી પાર્ટીના રાજેશભાઈ કાનજીભાઈ પાટડીયા નો વિજય

બરડીયા તાલુકા પંચાયત સીટ પર આપ ઉમેદવાર નયનાબેન વઘાસિયાનો વિજય

ઢેબર તાલુકા પંચાયત સીટ પર આપના મુક્તાબેન સુખડિયાનો વિજ

અમદાવાદ જિલ્લામાં તાલુકા સ્તરે ભાજપને વધુ એક જીત

ભાટ તાલુકા સીટ પર ભાજપ વિજેતા, ગત્રાડ તાલુકા સીટ પર પણ ભાજપનો કબજો

સાબરકાંઠા: પ્રાંતિજ જીલ્લા પંચાયત સીટમાં ભાજપ

બાલીસણા જિલ્લા પંચાયત બેઠકમાં BJPનો વિજય, ભાજપના નીરુબા રાજેન્દ્રસિંહ ઝાલાનો વિજય

અંબાજી તાલુકા પંચાયત સીટ નં-1 ઉપર કોંગ્રેસનો વિજય

રવિ સોલંકી કોંગ્રેસ ના ઉમેદવારની જીત, 252 વોટ થી વિજય

દાહોદ જિલ્લાની આંબલી તાલુકા પંચાયત સીટ

સરદકુમાર અમરસિંહ પલાસ ભાજપ માથી વિજેતા, અગારા તાલુકા પંચાયત બેઠક પર ચેતનાબેન જયસ્વાલ વિજેતા BJP

બોટાદમાં મતગણતરીનું પ્રથમ પરિણામ જાહેર

બરવાળા તાલુકા પંચાયતની ખાંભડા -1બેઠક પર ભાજપ ઉમેદવારનો વિજય, વર્ષાબેન પ્રવીણભાઈ મેરનામના ઉમેદવારનો થયો વિજય

સાયલા તાલુકા પંચાયતની ચુંટણીનું પરિણામ જાહેર

ચોરવીરા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ગવરીબેન કાંજિયાનો 141 મતે વિજય

ગાંધીનગર મોટી ભોંયણ જિલ્લા પંચાયતની બેઠક

કોંગ્રેસના ઉમેદવારની જીત, કેશીબેન ઠાકોર નો વિજય

પાટણ : સિધ્ધપુર નગરપાલિકા વોર્ડ એકની ગણતરી પૂર્ણ

સિધ્ધપુર નગર પાલિકા વોર્ડ એક ની ગણતરી પૂર્ણ, સિદ્ધપુર પાલિકાના વોર્ડ એકમાં ભાજપનો ભગવો લહેરાયો, વોર્ડ નંબર 1 ભાજપની પેનલનો ભવ્ય વિજય