Site icon Gujarat Mirror

LIVE: વડાપ્રધાન મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું કર્યું ઉદ્દઘાટન, કરોડોના MOU થવાનો અંદાજ

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ સોમનાથ મહાદેવ મંદિર સ્વાભિમાન પર્વમાં સામેલ થયા હતા.મહાદેવની પૂજા અર્ચના બાદ પીએમ મોદીએ સભા પણ સંબોધિત કરી હતી. સોમનાથી પીએમ મોદી હેલિકોપ્ટર મારફત બેડી માર્કેટીંગ યાર્ડમાં બનાવાયેલા હેલીપેડ પર પહોંચ્યા હતાં. ત્યાંથી સીધા મારવાડી યુનિવર્સિટીએ પહોંચ્યા છે. પીએમના હસ્તે રિજનલ સમિટનું ઉદઘાટન કરવામાં આવ્યું.

PM મોદી રાજકોટ પહોંચી ગયા છે અને એક્ઝિબિશન હોલની મુલાકાતે છે ત્યાં તેમણે એક્ઝિબિશન નિહાળી રહ્યા છે.રાજકોટ-મોરબી હાઇવે પર આવેલી મારવાડી યુનિવર્સિટી ખાતે 55 એકર જેટલી વિશાળ જગ્યામાં 6 એક્ઝિબિશન ડોમ અને 1 મુખ્ય ઇનોગ્રાલ હોલ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાંથી પ્રધાનમંત્રી સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ કોન્ફોરન્સને ખુલ્લી મૂકી ઉદ્યોગકારોને સંબોધન કરશે.

આ સમિટમાં 350 જેટલા વિદેશી ડેલિગેટ સહિત કુલ 5,000થી વધુ ઉદ્યોગકારો ભાગ લેશે. તથા રિલાયન્સ, અદાણી, ટાટા, ન્યારા જેવી અનેક કંપનીઓ પણ ઉપસ્થિત રહી મહત્વપૂર્ણ MOU કરે તેવી શક્યતા સેવાઈ રહી છે

 

Exit mobile version