રાજકોટ જિલ્લાના 11 તાલુકાઓમાં નહિવત વરસાદ, વાવણી હજુ બાકી

  રાજ્યમાં ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત કેટલાક જિલ્લાઓના…

 

રાજ્યમાં ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત કેટલાક જિલ્લાઓના કેટલાક તાલુકાઓમાં વાવણી લાયક વરસાદની રાહ જગતનો તાત જોઈને બેઠો છે. રાજકોટ જિલ્લામાં 11 તાલુકાઓમાં પડધરી તાલુકામાં આ વર્ષે સીઝનનો અત્યાર સુધીનો સૌથી ઓછો વરસાદ વરસ્યો છે.

પડધરીના નવી ચણોલ ગામમાં અડધો ઇંચ કરતા પણ ઓછો વરસાદ પડ્યો હોવાનો સરપંચે દાવો કર્યો છે. ગામના સરપંચે કહ્યું હતું કે, તેમના ગામમાં 4000 વીઘા જેટલી જમીન આવેલી છે. જેમાંથી 2000 વીઘા જમીનમાં ખેડૂતોએ આગવું વાવેતર કરી દીધું હતું. કેટલી જમીન એવી છે કે, જ્યાં વાવેતર નથી થયું. આગોતરું વાવેતર કરનાર ખેડૂતોને આશા હતી કે, આ વર્ષે સારો વરસાદ વરસશે. પરંતુ જૂન મહિનો બિલકુલ કોરો ગયો અને જુલાઈમાં પણ વરસાદ ખેંચાતા જે પાક વાવ્યો છે તે પણ અત્યારે સુકાઈ રહ્યો છે. જો આગામી દિવસોમાં વરસાદ ન પડે તો પાક સંપૂર્ણ નષ્ટ થઈ જાય તેવી શક્યતા છે. રાજકોટ જિલ્લામાં આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી ઓછો વરસાદ આ પડધરી તાલુકામાં પડ્યો છે. આ વર્ષે પડધરી તાલુકામાં 35 મીમી એટલે કે માત્ર 1.4 ઇંચ વરસાદ પડ્યો છે. એ પણ છેલ્લા 9 દિવસ દરમિયાન. જો ગયા જૂન મહિનાની વાત કરવામાં આવે તો અહીંયા જૂન મહિના દરમિયાન 0 મીમી વરસાદ પડ્યો હતો એટલે કે જૂન વૈશાખ જેવો ગયો હતો..

જૂન મહિનો માત્ર પડધરી તાલુકો જ નહીં પરંતુ રાજકોટ જિલ્લાના તમામ 11 તાલુકામાં નહિવત વરસાદ પડ્યો હતો. ગયા જૂન મહિના દરમિયાન પડધરી તાલુકામાં 0.00 ટકા, લોધિકા તાલુકામાં 0.00 ટકા, જસદણ તાલુકામાં 0.00 ટકા, જામકંડોરણા તાલુકામાં 0.00 ટકા, ઉપલેટા તાલુકામાં 0.00 ટકા, ધોરાજી તાલુકામાં 0.00 ટકા, રાજકોટ તાલુકામાં 0.92 ટકા, કોટડા સાંગાણી તાલુકામાં 2.53 ટકા, વિછીયા તાલુકામાં 3.87 ટકા, ગોંડલ તાલુકામાં 7.34 ટકા વરસાદ પડ્યો હતો. આ સિઝનનો કુલ 1.32 ટકા વરસાદ રાજકોટ જિલ્લામાં જૂન મહિના દરમિયાન પડ્યો હતો.

જૂન મહિનો માત્ર પડધરી તાલુકો જ નહીં પરંતુ રાજકોટ જિલ્લાના તમામ 11 તાલુકામાં નહિવત વરસાદ પડ્યો હતો. ગયા જૂન મહિના દરમિયાન પડધરી તાલુકામાં 0.00 ટકા, લોધિકા તાલુકામાં 0.00 ટકા, જસદણ તાલુકામાં 0.00 ટકા, જામકંડોરણા તાલુકામાં 0.00 ટકા, ઉપલેટા તાલુકામાં 0.00 ટકા, ધોરાજી તાલુકામાં 0.00 ટકા, રાજકોટ તાલુકામાં 0.92 ટકા, કોટડા સાંગાણી તાલુકામાં 2.53 ટકા, વિછીયા તાલુકામાં 3.87 ટકા, ગોંડલ તાલુકામાં 7.34 ટકા વરસાદ પડ્યો હતો. આ સિઝનનો કુલ 1.32 ટકા વરસાદ રાજકોટ જિલ્લામાં જૂન મહિના દરમિયાન પડ્યો હતો.

જુલાઈમાં પડધરી તાલુકામાં 6.28 ટકા વરસાદ પડ્યો, લોધિકા તાલુકામાં 21.93 ટકા વરસાદ પડ્યો, જસદણ તાલુકામાં 3.81 ટકા વરસાદ પડ્યો, જામકંડોરણા તાલુકામાં 17.87 ટકા વરસાદ પડ્યો, ઉપલેટા તાલુકામાં 20.59 ટકા વરસાદ પડ્યો, ધોરાજી તાલુકામાં 34.02 ટકા વરસાદ પડ્યો, જેતપુર તાલુકામાં 21.16 ટકા વરસાદ પડ્યો, રાજકોટ તાલુકામાં 14.00 ટકા વરસાદ પડ્યો, કોટડા સાંગાણી તાલુકામાં 17.34 ટકા વરસાદ પડ્યો, વિછીયા તાલુકામાં 6.06 ટકા વરસાદ પડ્યો, ગોંડલ તાલુકામાં 20 ટકા વરસાદ પડ્યો હતો.

જોકે આ વર્ષે શરૂૂઆત જ ખૂબ જ નબળી થઈ છે. ત્યારે હવે જો વરસાદ આવે પણ છે તો પણ ખેડૂતો માટે ચોમાસું પાક લેવામાં ઘણી મુશ્કેલી થઈ શકે છે. નવી ચાણોલ ગામના ખેડૂતોનું કેવું છે કે, આવી પરિસ્થિતિ તેમને છેલ્લે વર્ષ 2012માં જોઈ હતી ત્યારે વરસાદ ખૂબ જ ઓછો પડ્યો હતો અને એમના કારણે પાક નિષ્ફળ ગયો હતો. ત્યારે હવે ખેડૂતોને વર્ષ 2012નો ડર સતાવી રહ્યો છે કે, હવે વરસાદ નહીં થાય તો આ વખતે પાક નિષ્ફળ જઈ શકે છે.

ગુજરાતમાં સિઝનનો સરેરાશ માત્ર 9 ઈંચ વરસાદ
ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ માત્ર 9 ઈંચ વરસાદ નોંધાયો છે, જે સિઝનના કુલ સરેરાશ વરસાદના માત્ર 24.63 ટકા જેટલો છે. ગત વર્ષની સરખામણીએ રાજ્યમાં 23.37 ટકા ઓછો વરસાદ નોંધાતા કૃષિ અને જળસંચય અંગે ચિંતા વધી છે. ગયા વર્ષે 9 જુલાઈ સુધીમાં રાજ્યમાં સરેરાશ 16.45 ઈંચ વરસાદ વરસ્યો હતો. વર્તમાન સીઝનમાં મોટાભાગનો વરસાદ સૌરાષ્ટ્ર ના અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ ,પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર અને કચ્છમાં ખાસ વરસાદ જોવા મળ્યો નથી. બીજી બાજુ ગુજરાતમાં સુરત,નવસારી, ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી ગયો છે. કચ્છમાં તો સાવ નહીવત વરસાદ જોવા મળ્યો છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોની ચિંતા વધી છે.એવામાં હવામાન ખાતા દ્વારા હજુ 5 દિવસ વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી જે ચિંતામાં વધારો કરે છે.