1108 દારૂની બોટલ જપ્ત, બુટલેગર ફરાર
બેડલા ગામે મકાનમાં છુપાવેલ 2.83 લાખનો વિદેશી દારૂનો જથ્થો પીસીબીની ટીમે જપ્ત કર્યો છે. જો કે મકાન માલીક નાશી છુટયો હોઈ તેની શોધખોળ થઇ રહી છે. પીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ઉમેશભાઈ ચાવડા, દિલીપભાઇ બોરીયા, વિશાલભાઇ દવેને બાતમી મળતાં ફાળદંગથી બેડલા ગામના રસ્તે બેડલા ગામ આંગણવાડી નજીકના મકાનમાં દરોડો પાડયો હતો. ઘરમાંથી પોલીસને ગ્રેટ ગેલીયન વ્હીસ્કીના 180 એમએલના 1,07,520ના 336 ચપલા, ઓલ્ડ સ્કૂલના જામુન ફલેવર્ડના 180 એમએલના રૂૂા. 1,08,000ના 720 થપલા અને રોયલ ચેલેન્જની 750 એમએલની 45500ની 35 બોટલો તથા રોયલ સ્ટેગની 750 એમએલની 13000ની 10 બોટલો મળી આવતાં કુલ 2,83,820નો દારૂૂ કબ્જે કર્યો હતો. જો કે આરોપી રવિ વીહાભાઇ કાગડીયા હાજર ન હોઇ તેની શોધખોળ થઇ રહી છે.
ક્રાઇમબ્રાન્ચના પીઆઈ એમ. આર. ગોંડલીયા, પીએસઆઈ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા, ટીમના મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઈ ચાવડા. દિલીપભાઈ બોરીચા, રાહુલગીરી ગોસ્વામી, નગીનભાઈ ડાંરંગ, હિરેનભાઇ સોલંકી, યુવરાજસિંહ, દેવરાજભાઇ, વાલજીભાઇ, હિરેન્દ્રસિંહે આ કામગીરી કરી હતી.
