Site icon Gujarat Mirror

જામનગરમાં ખંઢેરમાં છૂપાવેલો 2.45 લાખનો દારૂનો જથ્થો જપ્ત

જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં આવેલા એક ખંઢેર મકાનમાં સંતાડવામાં આવેલો ઇંગ્લિશ દારૂૂની બાટલીનો માતબર જથ્થો પોલીસે પકડી પાડ્યો છે, અને દારૂૂનો જથ્થો સંતાડનાર આરોપી ભાગી છૂટયો હોવાથી તેની શોધખોળ ચલાવાઇ રહી છે.

આ દરોડા ની વિગત એવી છે કે જામનગરના સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે મોમાઈ નગર શેરી નંબર ત્રણમાં રહેતો મયુર સિંહ ભરતસિંહ જેઠવા નામના શખ્સ દ્વારા ગાંધીનગર વિસ્તારમાં આવેલા એક ખંઢેર મકાનમાં ઇંગ્લિશ દારૂૂનો જથ્થો સંતાડવામાં આવ્યો છે, જે બાતમીના આધારે સીટી બી. ડિવિઝન ની પોલીસ ટીમેં ગઈ રાત્રે દરોડો પાડયો હતો.

જે દરોડા દરમિયાન ખંઢેર મકાનમાંથી 763 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે રૂૂપિયા 2.45 લાખનો ઇંગ્લિશ દારૂૂ કબજે કરી લીધો છે, જ્યારે આ દારૂૂ સંતાડનાર મયુરસિંહ ભરતસિંહ જેઠવા ને ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

જામનગરમાં દીગવિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અશોક ઉર્ફે મિર્ચી ખટાઉમલ મંગે નામના શખ્સ ના મકાન પર પોલીસે દરોડો પાડ્યો હતો, જે દરોડા દરમિયાન પોતે મકાનમાં હાજર ન હતો, પરંતુ તેના મકાનમાંથી 14 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો, જે પોલીસે કબજે કરી લીધો છે અને મકાન માલિક આરોપી અશોક મીરચી ને ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

Exit mobile version