Site icon Gujarat Mirror

રાજકોટ આવતો 1.04 કરોડનો દારૂ પકડાયો

નવસારી રૂરલ પોલીસે અષ્ટગામ હાઈવે પરથી ક્ધટેઈનર સાથે રાજસ્થાનીને પકડી લીધી

ઉદયપુર અને અજમેરના બે શખ્સોનું નામ ખુલ્યું: દારૂની 8748 બોટલ જપ્ત

નવસારી નજીક ને.હા.નં.48 પર આવેલા અષ્ટગામની સીમમાંથી મળેલી બાતમી આધારે રૂૂરલ પોલીસે ગોવાથી રાજકોટ લઈ જવાતો રૂૂ.1.04 કરોડની કિંમતનો વિદેશી દારૂૂ ભરેલા ટાટા ટ્રક ક્ધટેઈનરને ઝડપી પાડયો હતો. પોલીસે રૂૂ. 25 લાખનો ટ્રક ક્ધટેઈનર સહિત કુલ રૂૂ.1.30 કરોડનો મુદ્દામાલ કબજે કરી ચાલકની ધરપકડ કરી બેને વોન્ટેડ જાહેર કર્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ નવસારી રૂૂરલ પોલીસને બાતમી મળી હતી કે, ગોવાથી ટાટા કંપનીનાં ટ્રક ક્ધટેઈનર (નં.આર.જે.32જીબી-6253)માં ભરીને વિદેશી દારૂૂ નવસારી હાઈ-વે પરથી લઈ જવામાં આવનાર છે. જે આધારે રૂૂરલ પીઆઈ પી.બી.પટેલીયાએ પોલીસની ટીમોને હાઈવે ઉપર વોચ માટે તૈનાત કરી હતી. નવસારી નજીક અષ્ટગામનાં સામરફળિયા ખાતે હોટલ સામે પોલીસ વોચમાં હતી ત્યારે બાતમી મુજબનાં નંબરવાળો સફેદરંગનો, કથ્થઈ બંધ બોડીવાળો ટ્રક ક્ધટેઇનર આવતા પોલીસે તેને અટકાવી તલાશી લેતા ક્ધટેનરમાંથી વિદેશી દારૂૂનાં 729 બોક્સ મળી આવ્યા હતા.

જેમાં 8748 નંગ વોડકાની કાચની મોટી બોટલોનો જથ્થો કિંમત રૂૂ. 1.04 કરોડ હતો. આ વોડકાનો જથ્થો ગોવાથી રાજકોટ લઈ જવાતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ટ્રકચાલક ડુંગરસિંહ પ્રતાપસિંહ ચૌહાણ રાજપુત (ઉ.વ.46, રહે.રાવલીગુઆર, પો.મંડાવર, થાણા-દેવગઢ, રાજસ્થાન) ની ધરપકડ કરી હતી. જ્યારે સુરેન્દ્ર હજારીસીંગ રાજપુત (ઉદેપુર) અને સત્તુભાઈ ઉર્ફે બાપુ ઉર્ફે બુઢો (અજમેર) નામનાં બે શખ્સોને વોંન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે કુલ રૂૂ.1.30 કરોડનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ પીઆઈ પી.બી.પટેલીયા કરી રહ્યા છે.

Exit mobile version