Site icon Gujarat Mirror

મિત્રને રૂપિયા અપાવવાનું યુવકને ભારે પડયું; હાથ ઉછીના રૂપિયાની ઉઘરાણીમાં હુમલો

oplus_32

શહેરમા બજરંગવાડીમા રહેતો યુવાન ત્રીકોણબાગ પાસે હતો ત્યારે મિત્રને અપાવેલા રૂપીયાની ઉઘરાણી કરી ચાર શખ્સોએ માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ બજરંગવાડીમા રહેતો કેતન મનહરભાઇ નકુમ નામનો 4ર વર્ષનો યુવાન ત્રીકોણબાગ પાસે હતો ત્યારે અક્ષયરાજ સહીતનાં 3 અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યો હતો. પ્રાથમીક પુછપરછમા કેતન નકુમે 33 લાખની લોન લીધી હતી.

જેમાથી રૂ. 1પ લાખ રેલનગરમા રહેતા તેના મિત્ર મુકેશભાઇ ડોડીયાને આપ્યા હતા. અને કેતન નકુમે હુમલા ખોર અક્ષયરાજ પાસેથી હાથ ઉછીનાં પાંચ લાખ લઇ મિત્ર મુકેશ ડોડીયાને આપ્યા હતા. જેમાથી કેતન નકુમે રૂ. 3 લાખ અક્ષય રાજને આપી દીધા હતા. પરંતુ મિત્ર મુકેશ ડોડીયા કુલ રૂ. ર0 લાખ આપતો ન હતો. પરંતુ અક્ષય રાજ કેતન નકુમ પાસેથી બાકી રહેલા રૂપીયા ર લાખની ઉઘરાણી કરી માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આક્ષેપનાં પગલે એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે .

Exit mobile version