ટ્રાન્સપોર્ટનગર પાસે ટ્રકમાંથી 2.77 લાખનો દારૂ પકડાયો

શહેરની ભાગોળે ટ્રાન્સપોર્ટ નગરના ખૂણે માર્કેટીંગ યાર્ડ પાસે હાઇવે પરથી પીસીબીની ટીમે રૂૂ. 2,77,656ની કિંમતનો વિદેશી દારૂૂ ભરેલ ટ્રક સાથે ડ્રાઇવરની ધરપકડ કરી છે, જ્યારે…

શહેરની ભાગોળે ટ્રાન્સપોર્ટ નગરના ખૂણે માર્કેટીંગ યાર્ડ પાસે હાઇવે પરથી પીસીબીની ટીમે રૂૂ. 2,77,656ની કિંમતનો વિદેશી દારૂૂ ભરેલ ટ્રક સાથે ડ્રાઇવરની ધરપકડ કરી છે, જ્યારે દારૂૂના આ કારોબારમાં સંકળાયેલા અન્ય એક આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પીસીબીની ટીમે રૂૂ. 9.77 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા દારૂૂની હેરાફેરી કરતા બુટલેગર સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને પીસીબીના પી.આઈ એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે હાઇવે પરથી ટાટા કંપનીના ટ્રકમાં દારૂૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે ટ્રાન્સપોર્ટ નગરના ખૂણે, માર્કેટીંગ યાર્ડ પાસે હાઇવે પર વોચ ગોઠવીને ટાટા ટ્રક નંબર જીજે-02-એટી-2670ને આંતરીને તલાશી લીધી હતી.

તેમાંથી 276 નંગ બોટલો મળી આવી હતી, રૂૂ.2,77,656ની કીમતનો દારૂૂ અને રૂૂ.7 લાખની કિંમતનો ટ્રક અને દારૂૂનો જથ્થો મળી કુલ રૂૂ. 9,77,656નો મુદ્દામાલ કબજે કરી રાણીમા રૂૂડીમા ચોક પાસે, રૈયાધારના રહેવાસી અને ડ્રાઇવિંગ કરતા નાગજીભાઈ દેવાભાઈ ચાવડાની ધરપકડ કરી પુછપરછ કરતા મવડીની ગીતાંજલી સોસાયટી, શેરી નં. 6માં રહેતા, વાલાભાઇ હનુભાઇ બામ્બાએ આ દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હોવાનું ખૂલતાં પોલીસે તેને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.

આ સફળ કામગીરી પીસીબી પીઆઈ એમ.આર. ગોંડલીયા, પીએસઆઈ પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા તથા એએસઆઈ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.