ક્રાઇમ
બોલેરો અને રિક્ષામાં દારૂની હેરાફેરી 1.72 લાખના દારૂ સાથે બે ઝડપાયા
થર્ટી ફર્સ્ટ નજીક આવતા જ બુટલેગરો દારૂની રેલમછેલ કરવા સક્રિય થયા છે ત્યારે પોલીસે પણ દારૂની હેરાફેરી અટકાવવા વોચ ગોઠવી છે. શહેરમાં મીલપરા અને કુવાડવા નજીક પીપરડી ગામના પાટીયા પાસેથી પોલીસે બોલેરો અને ઓટો રીક્ષામાંથી 1.72 લાખના દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડી રૂા.6.99 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
જાણવા મળતી વિગત મુજબ એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઇ એસ.એસ. જાડેજા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન કુવાડવા- વાંકાનેર હાઇ-વે પર પીપરડી ગામ નજીકથી દારૂ ભરેલી બોલેરો કાર આવી રહી હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠાવી ત્યાંથી પસાર થતી બોલેરોને અટકાવી લાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નં.275 (કિં.103125) મળી આવી હતી. જેથી પોલીસે કાર ચાલક સંજય શામજીભાઇ વીંજવાડીયા (રે.થાન, જી.સુરેન્દ્રનગર)ની ધરપકડ કરી દારૂ અને વાહન મળી કુલ રૂા.528125નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે બીજા બનાવમાં ક્રાઇમ બ્રાન્ચના એએસઆઇ હરદેવસિંહ જાડેજા, કોન્સ.હરસુખભાઇ સબાડ સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.
દરમિયાન ઢેબર રોડ પરથી રીક્ષામાં દારૂ ભરી જતી હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમી મુજબની રીક્ષા મીલપરા તરફ જતા પીછો કરી મીલપરા શેરી નં.25માંથી રીક્ષાને ઝડપી લઇ તલાશી લેતા રીક્ષામાંથી વિદેશી દારૂની બોટલ નં.60 (કિં.69000) મળી આવતા પોલીસે રીક્ષાચાલક રમેશ કુરજીભાઇ બોરીયા (રે.ધરમનગર આવાસ કવાર્ટર)ે ઝડપી લઇ દારૂ અને રીક્ષા મળી કુલ રૂા.171000નો મુદામાલ ક્બજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે આરોપીની પુછપરછમાં દારૂનો જથ્થો તેના મિત્ર યશપાલસિંહ જાડેજાએ લેવા મોકલ્યો હોવાનું જણાવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.