Site icon Gujarat Mirror

જેતપુરમાં રાજકોટના તબીબની બ્લડ બેંકમાંથી દારૂ ઝડપાયો

પીધેલા પકડાયેલ બ્લડ બેંકના કર્મચારીની પૂછપરછમાં જેતપુર અને ગોંડલમાં દરોડા, 6 બોટલ સાથે 4ની ધરપકડ

જેતપુરમાં આવેલી રાજકોટના તબીબની દેવ બ્લડ બેંકના કર્મચારીએ માથાકૂટ કર્યા બાદ પોલીસે બ્લડ બેંકમાં જઈ તપાસ કરતા ત્યાંથી દારૂૂ મળી આવ્યો હતો. બ્લડ બેંકના ફ્રીજમાં સંતાડેલી દારૂૂની બોટલો મળી આવી હતી. નશામાં ધૂત બ્લડ બેંકના સંચાલકની પોલીસે ધરપકડ કરી હતી.દારૂૂ અને પુછપરછમાં જેતપુર અને ગોંડલમાં પોલીસે દરોડા પાડી છ બોટલ દારૂૂ સાથે ચાર શખ્સોની ધરપકડ કરીહતી.

જેતપુરમાં આવેલ રાજકોટના તબીબ નાથાણીની દેવ બ્લડ બેંકમાં બ્લડ બેગ લેવા માટે ગયેલા દંપતી સાથે કર્મચારી રોહિત ઉર્ફે કાળુ દિલીપભાઈ રૈયાણીએ ગેરવર્તન કર્યું હતું. બ્લડ બેંકનો સંચાલક રોહિત નશો કરેલી હાલતમાં હતો. પોલીસને જાણ કરવામાં આવતા પી.આઈ એ.ડી.પરમાર સહિતના સ્ટાફે દરોડો તપાસ કરતા બ્લડ બેંકના ફ્રીજમાં સંતાડેલી દારૂૂની બોટલો મળી આવી હતી.

રોહિત ઉર્ફે કાળુ દિલીપભાઇ રૈયાણીની ધરપકડ કરી પુછપરછ કરતા જેતપુરના સીરાજ અજીજભાઇ કુરેશી પાસેથી દારૂૂ લાવ્યાનું જણાવ્યું હતું જેથી સિરાજના ઘરે દરોડો પડતા ત્યાંથી 6 બોટલ દારૂૂ રૂૂ.13,200 નો મુદામાલ સાથે સીરાજ અજીજભાઇ કુરેશીની ધરપકડ કરી તેની પુછપરછ કરતા ઇગ્લીશ દારૂૂનો જથ્થો ગોંડલના ઇરફાન કટારીયા પાસેથી લઇ આવેલ હોવાની હકિકત જણાવેલ. ઇંગ્લીશ દારૂૂનો જથ્થો પુરો પાડનાર આરોપીઓની શોધખોળ કરવા અલગથી ગોંડલ ખાતે તપાસમાં ટીમ રવાના કરી આરોપી ઇરફાન હસનભાઇ કટારીયા તથા નરેન્દ્ર ઉર્ફે બાલી તુસીદાસભાઇ વ્યાસની પણ ધરપકડ કરવામાં આવી હતી. ગોંડલના ઇરફાન હસનભાઇ કટારીયા સામે 10થી વધુ ગુના નોંધાયેલ હોવાનું તપાસ માં ખુલ્યું હતું.

Exit mobile version