એલસીબી પોલીસે પૂર્વ બાતમીના આધારે હલધરૂૂ ગામની સીમમાં એક્સપ્રેસ હાઇવે નંબર-4 પરથી વિદેશી દારૂૂનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 19 લાખ 11 હજારથી વધુના મુદ્દામાલ સાથે ચાલકની અટકાયત કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, એલસીબી પોલીસને બાતમી મળી હતી કે અશોક લેલેન્ડ ટેમ્પો નંબર ૠઉં-14-ણ-0016 નો ચાલક પોતાના કબજાના ટેમ્પોમાં વિદેશી દારૂૂનો જથ્થો ભરીને હલધરૂૂ ગામની સીમમાં ઉત્તરબુનિયાદી આશ્રમશાળાની સામે મુંબઈથી દિલ્હી જતા નેશનલ એક્સપ્રેસ હાઇવે નંબર-4 પરથી પસાર થવાનો છે.
આ બાતમીના આધારે એલસીબી પોલીસે સ્થળ પર વોચ ગોઠવી હતી. બાતમીવાળો ટેમ્પો ત્યાં આવી પહોંચતા પોલીસે તેને અટકાવી ચાલકને સાથે રાખી ટેમ્પોમાં તપાસ કરતા તેમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ઘટનાસ્થળેથી 7 લાખ 83 હજાર 600 રૂૂપિયા કિંમતની 2,832 નંગ વિદેશી દારૂૂની બોટલો, 5 લાખ રૂૂપિયા કિંમતનો ટેમ્પો, 6 લાખ 19 હજાર 500 રૂૂપિયા કિંમતની એસ મોર્ટર સીલની 500 નંગ બોરીઓ (બેગ), 7 હજાર રૂૂપિયા કિંમતનો એક મોબાઈલ ફોન અને 1 હજાર રૂૂપિયા રોકડા મળી કુલ 19 લાખ 11 હજાર 100 રૂૂપિયા કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ટેમ્પો ચાલક સંજય વશરામ માધડ (ઉંમર 25, ધંધો ડ્રાઇવિંગ, રહે. ડોળીયા ગામ, કોળીનાસનુ, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર) ની અટકાયત કરી હતી. આ ઉપરાંત, વિદેશી દારૂૂનો જથ્થો ટેમ્પોમાં ભરી આપનાર મુકેશ જગા રાઠોડ (રહે. ડોળીયા ગામ, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર) ને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

