કુવાડવા હાઈ-વે પર પોલીસે પીછો કરતાં દારૂ ભરેલી રિક્ષા પલટી ગઈ : 336 બોટલ મળી આવી

પોલીસે દારૂ અને રિક્ષા મળી રૂા.1.09 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત : આરોપી ચાલકને ઈજા કુવાડવા જીઆઇડીસી પાસે ક્રાઇમ બ્રાંચ દારૂૂ ભરેલી રીક્ષાનો ફિલ્મઢબે પીછો કર્યો…

પોલીસે દારૂ અને રિક્ષા મળી રૂા.1.09 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત : આરોપી ચાલકને ઈજા

કુવાડવા જીઆઇડીસી પાસે ક્રાઇમ બ્રાંચ દારૂૂ ભરેલી રીક્ષાનો ફિલ્મઢબે પીછો કર્યો હતો. પોલીસથી બચવાની કોશિશમાં રીક્ષા પલટી ખાઈ જતા રીક્ષા ચાલકને ઇજા પહોંચી હતી. રીક્ષામાંથી 336 બોટલ દારૂૂનો જથ્થો કબજે કર્યો હતો. અકસ્માતમાં ઘવાયેલા રીક્ષા ચાલકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ચોટીલાથી દારૂૂ ભરેલી આ રીક્ષા આપનાર ભગવતીપરાના શખસને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઇ વી.ડી.ડોડીયાની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ ધારાભાઈ વનારીયા, જયરાજસિંહ કોટીલા, રાહુલભાઈ ગોહેલ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એવી હકીકત મળી હતી કે રીક્ષા નંબર જીજે 3 બીટી 9402 ચોટીલાથી રાજકોટ તરફ આવી રહી છે અને આ રીક્ષામાં દારૂૂની હેરફેર થઈ રહી છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજકોટ અમદાવાદ હાઈવે પર કુવાડવા જીઆઇડીસી પાસે ડાભી હોટલ સામે રોડ પર વોચ ગોઠવી હતી.

દરમિયાન શંકાસ્પદ રીક્ષા પસાર થતા તેને રોકવાનો પ્રયાસ કરતા રીક્ષા ચાલકે પોલીસને જોઈ રિક્ષા પૂરપાટ ઝડપે હંકારી મૂકી હતી જેથી પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. કુવાડવા જીઆઇડીસી એરિયામાં વેણુ ઇન્ડસ્ટ્રીઝ કારખાના સામેના રોડ પર રીક્ષા ચાલકે કાબૂ ગુમાવતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. બાદમાં પોલીસે અહીં પહોંચી રિક્ષાચાલકને રીક્ષાની બહાર કાઢી તેની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ શાહરુખ ભુરાભાઈ સરવદી (ઉ.વ. 29 રહે. ભગવતી સોસાયટી, સાબુના કારખાનાવાળી શેરી, હૈદરી ચોક, દૂધની ડેરી પાસે) હોવાનું જણાવ્યું હતું.

પોલીસે રિક્ષામાં જોતા અંદર અલગ અલગ પાર્સલ બોક્સ જોવા મળ્યા હતા જેમાં તપાસ કરતા અંદરથી રૂૂ. 54,576 ની કિંમતનો 336 બોટલ દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. આ બાબતે રીક્ષા ચાલક ચાલકને પૂછતા તેણે કહ્યું હતું કે, ભગવતીપરામાં રહેતા આરીફ હાસમભાઈ જુણાચ નામના શખસે તેને ચોટીલા હાઈવે પર દારૂૂ ભરેલી આ રીક્ષા આપી હતી અને રાજકોટ પહોંચ્યા બાદ ચોકડી પાસે ઉભા રહેવાનું કહી પોતે પાછળ આવતો હોવાનું જણાવ્યું હતું. જોકે અહીં પોલીસની કાર્યવાહી જોઈ આ શખસ અહીં ફરક્યો ન હતો. પોલીસે દારૂૂનો આ જથ્થો અને રીક્ષા સહિત કુલ રૂૂપિયા 1.09 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસથી બચવા ભાગવા જતા અકસ્માતમાં શાહરૂૂખને ઈજા પહોંચી હોય તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે બંને શખસો સામે ગુનો નોંધી દારૂૂ ભરેલી રિક્ષા આપનાર ભગવતીપરાના આરિફ જુણાચને ઝડપી લેવા શોધખોળ શરૂૂ કરી છે.