Site icon Gujarat Mirror

રૈયા ગામ અને છોટુનગર વિસ્તારમાં દેશી દારૂના ચાર અડ્ડા ઉપર એલસીબીના દરોડા

શહેરમાં દેશીદારૂૂના ધંધાર્થી ઉપર એલસીબી ઝોન-2ની ટીમે દરોડા પાડયા હતા. શહેરના રૈયાગામ તેમજ છોટુનગર વિસ્તારમાંથી અલગ-અલગ જગ્યાએથી દેશી દારુની ભઠઠી સાધનો સહીત કુલ રૂૂ.67,875ના મુદામાલ સાથે 4 મહિલા બુટલેગરને એલ.સી.બી.ઝોન-2 ટીમે પકડી પાડી હતી.પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા અને ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઇ દ્વારા શહેરમાં દારુ-જુગારની પ્રવુતિ નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી.ઝોન-2ના પીએસઆઈ આર.એચ.ઝાલા અને તેમની ટીમે શહેરના છોટુનગર તેમજ રૈયાગામ વિસ્તારમાં ધમધમતી દેશી દારૂૂની ચાલુ ભઠઠી ઉપર દરોડા પાડી રૈયાગામની શિલ્પાબેન અમરભાઇ ભોણીયાને ત્યાંથી રૂૂ.20,000નો 100 લીટર દેશી દારૂૂ તથા રૂૂ.30,000નો 1200 લીટર આથો અને દેશી દારૂૂ બનાવવાના ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂૂ.63,000નો મુદામાલ કબજે કર્યો હતો.

જયારે છોટુનગર મફતીયાપરા ચાર બાઇના મંદિર પાસેથી પુરીબેન બટુકભાઇ જખાનીયાને ત્યાંથી દેશીદારૂૂ બનાવવાનો 50 લીટર આથો, રંજનબેન અરવિંદભાઇ જખાનીયાને ત્યાંથી દેશીદારૂૂ બનાવવાનો આથો 25 લીટર તેમજ ધનીબેન ગોવિદભાઇ વાજેલીયાને ત્યાંથી 3000નો 15 લીટર મળી કુલ રૂૂ. રૂૂ.67,875નો મુદામાલ કબજે કર્યો હતો.એલસીબી ઝોન-2ના પીએસઆઈ આર.એચ.ઝાલા તથા એ.એસ.આઇ હરપાલસિંહ જાડેજા, જે.વી.ગોહિલ, શકિતસિંહ ગોહીલ, હેમેન્દ્રભાઇ વાધિયા, રાહુલભાઇ ગોહેલ, પ્રકાશભાઇ સોલંકીએ કામગીરી કરી હતી.

Exit mobile version