Site icon Gujarat Mirror

જીવલેણ રોગચાળો વધુ એક જિંદગી ભરખી ગયો

શાપરમાં કામ કરતા નેપાળી આધેડનું તાવ-ઉલ્ટીથી મોત

રાજકોટ સહીત રાજયભરમા રોગચાળો જીવલેણ બન્યો હોય તેમ દરરોજ રોગચાળાનાં કારણે માનવી જીંદગી કાળનાં ખપરમા હોમાઇ રહી છે ત્યારે વધુ એક બનાવમા શાપરમા મજુરી કામ કરતા નેપાળી આધેડનુ ઝાડા ઉલ્ટીની બીમારી સબબ મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શાપરમા ધરતી એગ્રો ગેઇટની અંદર રહેતા રમેશભાઇ રામસીંગ પરીવાર નામનાં 53 વર્ષનાં આધેડ પોતાનાં ઘરે હતા ત્યારે રાત્રીનાં આઠેક વાગ્યાનાં અરસામા તાવ ઉલ્ટીની બીમારી સબબ સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા . જયા આધેડની સારવાર કારગત નીવડે તે પુર્વે જ મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.

પ્રાથમીક પુછપરછમા રમેશભાઇ પરીવાર મુળ નેપાળનાં વતની હતા . અને બે બહેનોનાં એકનાં એક ભાઇ હતા. રમેશભાઇ પરીવારને સંતાનમા એક પુત્ર અને બે પુત્રી છે. રમેશભાઇ પરીવારનુ તાવ ઉલ્ટીની બીમારી સબબ મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે શાપર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version