ઉપલેટામાં કટિંગ વખતે એલસીબીનો દરોડો રૂ.4.20 લાખના દારૂ સાથે બે શખસો ઝડપાયા

રાજકોટ જીલ્લામાં દારૂૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સદંતર નાબૂદ કરવા માટે હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ગ્રામ્ય એલસીબીની ટીમે ઉપલેટા જીઆઇડીસી વિસ્તારમાંથી રાત્રિ દરમિયાન…

રાજકોટ જીલ્લામાં દારૂૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સદંતર નાબૂદ કરવા માટે હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ગ્રામ્ય એલસીબીની ટીમે ઉપલેટા જીઆઇડીસી વિસ્તારમાંથી રાત્રિ દરમિયાન દારૂૂના કટિંગ વખતે દરોડો પાડી રૂૂ.4.20 લાખના 2,976 બોટલ વિદેશી દારૂૂ સાથે બે શખસોને ઝડપી લીધા હતા. તપાસમાં જૂનાગઢના શખ્સ સહિતના નામ ખુલ્યા છે.

ગ્રામ્ય એલસીબીનો સ્ટાફ ઉપલેટા વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતો, ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉપલેટા જૂના પોરબંદર રોડ પર જલારામ મંદિર સામે આવેલા જીઆઇડીસી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જાહેર રોડ પર દારૂૂનું કટિંગ થઈ રહ્યું હતું ત્યારે જ બે શખ્સોને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂૂની કુલ 2,976 બોટલો જેની કિંમત રૂૂ. 4,20,480 જપ્ત કરવામાં આવી છે.

આ સિવાય ગુનામાં વપરાયેલા 2 વાહનો કિંમત રૂૂ. 12 લાખ મળીને કુલ રૂૂ. 16,50,480 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દરોડામાં પ્રદીપ ઉર્ફે ભુટો રમેશભાઈ ડાંગર (રહે. હડમતીયા, તા. ધોરાજી) અને ધવલભાઈ પથુભાઈ વિરડા (મૂળ રહે. દેતળીયા, તા. કોટડાસાંગાણી, હાલ રહે. હડમતીયા, તા. ધોરાજી)ની ધરપડક કરી પુછપરછ કરવામાં આવતા દારૂૂનો જથ્થો મોકલનાર રાહુલ હરણ (રહે. જૂનાગઢ) તથા બોલેરો વાહનનો ચાલક સહિતના અને તપાસમાં ખૂલે તે અન્ય શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને ગ્રામ્યના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરની સૂચનાને આધારે ગ્રામ્યના પી.આઈ જે.પી.રાવ, સાથે પીએસઆઈ કે.એમ.ચાવડા, એચ.સી.ગોહીલ, આર.વી. ભીમાણી, પી.એન.ભરવાડ તથા એએસઆઈ બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, અનીલભાઇ બળકોદિયા, મેહુલભાઇ સુવા, અરવિંદસિંહ જાડેજા, નીલેશ ભાઇ ડાંગર, કૌશિકભાઇ જોષી, શકિતસિંહ જાડેજા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.