Site icon Gujarat Mirror

ખંભાળિયાના બેહ ગામે જુગારધામ પર એલસીબી પોલીસ ત્રાટકી

ખંભાળિયા વિસ્તારમાં એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયાના વડપણ હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા ગત સાંજે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. ડાડુભાઈ જોગલ અને ખીમાભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના બેહ ગામે સિમ વિસ્તારમાં રહેતા સાજણ ભારા જામ નામના ગઢવી શખ્સ દ્વારા પોતાની વાડીએ આવેલા રહેણાંક મકાનમાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે કમિશનથી જુગારીઓને લાઈટ, પાણી અને જુગારના સાધનોની વ્યવસ્થા પૂરી પાડી અને એના બદલે ખંભાળિયાના રહીશ રમેશ નારણ રાઠોડ દ્વારા નાલ ઉઘરાવીને રમાડાતા જુગાર પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સ્થળેથી પોલીસે સાજણ ભારા જામ, હનીફ અબ્બાસ ચમડીયા અને ભીમ હળદર પતાણી તેમજ બે મહિલાઓ સહિત કુલ પાંચ વ્યક્તિઓને દબોચી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂૂ. 25,200 રોકડા, રૂૂ. 21,000 ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન રૂૂ. દોઢ લાખની કિંમતનો એક ઓટો રીક્ષા વિગેરે મળી, કુલ રૂૂપિયા 1,96,200 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડા દરમ્યાન આરોપી રમેશ નારણ રાઠોડ (રહે. ખંભાળિયા) ને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયાની રાહબરી હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. કાંબલીયા, ડાડુભાઈ જોગલ, દીપકભાઈ રાવલીયા, દિનેશભાઈ માડમ, ખીમાભાઈ કરમુર, ગોવિંદભાઈ કરમુર, સચિનભાઈ નકુમ અને મણીબેન જોગલ દ્વારા કરવામાં આવી હતી.

Exit mobile version