Site icon Gujarat Mirror

પ્રેમવતી રેસ્ટોરન્ટમાં શરતભંગ થયાનો મામલતદારનો રિપોર્ટ

રાજકોટની ગોંડલ ચોકડી નજીક આવેલી જમીન પર હેતુફેર વગર પ્રેમવતી રેસ્ટોરન્ટ ખડકાઈ ગયાની ફરિયાદ અંગેની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. તાલુકા મામલતદાર મકવાણા દ્વારા આ મામલે તપાસ કરીને એક વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.

આ રિપોર્ટ પર અભ્યાસ કર્યા બાદ સિટી પ્રાંત દ્વારા જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને તેનો અહેવાલ સુપરત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ઔદ્યોગિક હેતુ માટે ફાળવવામાં આવેલી આ જમીનનો ઉપયોગ દર્શાવેલા હેતુથી વિપરીત રીતે કરવામાં આવ્યો છે.

મામલતદાર મકવાણાએ પોતાના રિપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, ગોંડલ ચોકડી નજીક આવેલી પ્રેમવતી રેસ્ટોરન્ટનું બાંધકામ શરતભંગ થયું છે.હવે આ રિપોર્ટના આધારે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા ટૂંક સમયમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Exit mobile version