Site icon Gujarat Mirror

બજારમાં છેલ્લી ઘડીની ખરીદી, બસ સ્ટેન્ડ-રેલવે સ્ટેશનમાં મુસાફરોની ભીડ ઉમટી

દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે. મંદી અને મોંઘવારીના કારણે બજારમાં ઘરાકી ઓછી હોવાની વેપારીઓમાં સૂર ઉઠયો હતો. પરંતુ રાજકોટની મુખ્ય બજારોમાં અંતિમ ઘડીની ખરીદી જોવા મળી હતી. દિવાળી અને આજે ધોકાના દિવસે પણ રાજકોટની મુખ્ય બજારમાં કપડા, જુમર, તોરણ સહિતની સુશોભનની ચીજ વસ્તુઓ ખરીદવા માટે મહિલાઓથી લઈ વિવિધ વયના લોકો ઉમટી પડયા હતાં. જ્યારે બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન ખાતે પણ જનસમુહ જોવા મળ્યો હતો. વતન જતાં લોકો અને હરવા ફરવા જતાં મુસાફરોની ભીડ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ ખાતે જોવા મળી હતી. આ ભીડમાં કોઈ અઘટીત ઘટના ન બને તે માટે પોલીસ અને તંત્રએ પણ સુવ્યવસ્થા જાળવી હતી.

Exit mobile version