ક્રાઇમ
ખામટામાં 15 વર્ષથી ચાલતી ધતિંગ લીલાનો પર્દાફાશ
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખામટા ગામનો ભુવો હકા દેવા સાનીયાની 15 વર્ષથી ચાલતી ધતિંગલીલા, પાપલીલાનો ભાંડાફોડ ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે પડધરી પોલીસ સ્ટેશનની મદદથી 1259 મો સફળ પર્દાફાશ કર્યો હતો. લોટના પૂતળા, ઉતાર કરવો, દોરા બાંધવા, જુવારના દાણા પીવડાવી યેનકેન શોષણના માર્ગે ધકેલી પાપાચાર આચરતા ઝડપાયો હતો.
રૂૂપિયા બે હજારથી પચાસ હજારની વિધિની ફી વસુલી લોકો સાથે છેતરપિંડી કરતો હતો. બનાવની વિગત પ્રમાણે રાજકોટ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી યુવતી દુષ્કર્મનો ભોગ બનતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મેટોડાના વિરમ નાગજી સાનીયા સામે દાખલ કરવામાં આવી હતી. ખામટાના ભુવા હકા દેવા સામે દોરો બાંધવા, જુવારના દાણા પીવડાવાથી પીડિતાને અનેકગણી તકલીફ પડી હતી. તેમાં નાગજી પુંજા સાનીયાએ વિરમને બચાવવા ભુવાનો આડકતરો સહારો લીધો હતો તેવા કથન સાથે ચોંકાવનારી માહિતી જાથા સમક્ષ જાહેર કરી હતી. ભુવો હકા દેવા ઓનલાઈન, કોન્ફરન્સમાં દોરા બાંધવા વિગેરે વિધિ કરાવતો હતો.
ખામટાથી 3 કિલોમીટર દૂર વાડી વિસ્તારમાં જુના મચ્છુ માતાના મઢે આ ભુવો યેનકેન પીડિતો સાથે છેતરપિંડી કરતો હતો. રૂૂપિયા બે હજાર થી પચાસ હજારની ફી વસુલી ધાર્યું કામ પાર પડાવતો હતો. શ્રદ્ધાળુઓને લીંબુ-મરચા, શ્રીફળ, ચાંદીની વસ્તુ, ઉતારની વસ્તુઓ મંગાવી નદીમાં પધરાવી રૂૂપિયા ખંખેરતો હતો. અંદરોઅંદર ઝઘડા કરાવવા, વિધિની વસ્તુઓ ખરીદવા એડવાન્સમાં નાણા વસુલવા, પ્રેમ પ્રકરણમાં યુવક-યુવતિની પરિસ્થિતિનો લાભ લઈ નાણા વસુલતો હતો. ભાગીને આવેલા યુગલોનું રક્ષણનું કામ કરી દેતો હતો. પીડિતાએ પોતાની આપવિતીમાં માહિતી રજૂ કરી હતી. જાથાના કાર્યાલયે ભુવાના કરતુતો સંબંધી હકિકત આવી હતી. પીડિતાએ ભુવા હકા દેવા અને નાગજી પુંજાના પરિવારની હકિકત આપી હતી. પોતાની દયનીય હાલતમાંથી બોધપાઠ મેળવી બીજી મજબુર મહિલા ભોગ ન બને તેવા હેતુથી વાત કરી હતી.
જાથાના જયંત પંડયાએ પીડિતાની હકિકતની ખરાઈ કરવા ખામટા ગામે ભુવાના ઘરે ભાનુબેન ગોહિલ, પ્રકાશ મનસુખભાઈ યુવકને મોકલતા ભુવા દોરા-ધાગા, દાણા એકી-બેકી પાડવા સંબંધી પુરાવા મેળવી લીધા હતા. ભુવાએ વિધિ-વિધાનના રૂૂપિયા બે હજારની માંગણી કરતાં આપી દીધા હતા. ભુવાના પર્દાફાશનો માર્ગ મોકળો થયો હતો.
રાજકોટથી જયંત પંડયાના નેતૃત્વમાં રોમિતભાઈ રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, રમેશ જાદવ, હિરેન પડધરીયા, પ્રકાશ મનસુખભાઈ, ભાનુબેન ગોહિલ, સ્થાનિક કાર્યકરો પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા. યાં પો. ઈન્સ. એસ. એન. પરમારને રૂૂબરૂૂ હકિકત જણાવતા તેમણે એ.એસ.આઈ. ભગીરથસિંહ જાડેજા, હેડ કોન્સ્ટે. વિરેન્દ્રસિંહ ઝાલા, પો.કોન્સ્ટે. ભારતીબા સરવૈયા, પો.કોન્સ્ટે. અશોકભાઈ વિનુભાઈ, પો.કોન્સ્ટે. સાગરભાઈ ખટાણા, પો.કોન્સ્ટે. વસંતભાઈ ભુંડિયા સહિત પોલીસ વાન જાથાને ફાળવી બંદોબસ્ત આપ્યો હતો.