લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા 46માંથી 3 કેસમાં FIRના આદેશ

શનિવારના રોજ રાજકોટ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ’લેન્ડ ગ્રેબિંગ કમિટી’ની એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કુલ 46 જેટલા કેસો અને અરજીઓ અંગે ઝીણવટભરી સમીક્ષા કરી…

શનિવારના રોજ રાજકોટ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ’લેન્ડ ગ્રેબિંગ કમિટી’ની એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કુલ 46 જેટલા કેસો અને અરજીઓ અંગે ઝીણવટભરી સમીક્ષા કરી જરૂૂરી નિર્ણયો લેવામાં આવ્યા હતા. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આ બેઠકમાં પોલીસ વિભાગ અને રેવન્યુ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેકટર દ્વારા દરેક કેસની મેરિટના આધારે ચકાસણી કરવામાં આવી હતી.આ બેઠકમાં 46 કુલ કેસો પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણ જેટલા કેસોમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા આદેશ કરાયો છે.

જેમાં 14 જેટલા કેસોમાં સમાધાન થતાં આ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. જરૂૂરી પુરાવાના અભાવે, સિવિલ મેટર હોવાથી અથવા આધારભૂત વિગતો ન મળતા 27 જેટલા કેસોને આ રદ કરવામાં આવી છે. વધુ તપાસ અને રિપોર્ટની જરૂૂરિયાત જણાતા આ 2 કેસો હાલ પડતર રાખવામાં આવ્યા છે, જેના પર આગામી બેઠકમાં નિર્ણય લેવાશે.