Site icon Gujarat Mirror

શનિવારે લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક, 40 કેસોની થશે સુનાવણી

શનિવાર રોજ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં જમીન પચાવી પાડવાના કુલ 40 જેટલા કેસો પર સુનાવણી હાથ કરવામાં આવશે જેમાં 20 જેટલા વર્ષદારોને રૂૂબરૂૂ બોલાવવામાં આવ્યા છે.

આગામી 20 તારીખ અને શનિવારના રોજ રાજકોટ જિલ્લા કલેકટર ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં અલગ અલગ 40 જેટલા કેસોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને જેમાં 20 જેટલા અરજદારોને રૂૂબરૂૂ બોલાવવામાં આવશે. સાંભળ્યા બાદ નિર્ણય કરવામાં આવશે
આ બેઠકમાં રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, એડિશનલ કલેક્ટર, પ્રાંત અધિકારીઓ, સંબંધિત મામલતદારો, જિલ્લા પોલીસ વડા, રાજકોટ ડીસીપી ઝોન 1 અને ઝોન 2 સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version