Site icon Gujarat Mirror

મતદાન મથકોની લક્ષ્મણરેખા દોરાઇ, 100 મીટરમાં પ્રચારની મનાઇ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ ને આટોપી લેવામાં આવી છે. ત્યારે મતદાન મથકોની બહાર 100 મીટરના વિસ્તારમાં માર્કિંગ કરવાની કામગીરી શરૂૂ કરી દેવામાં આવી છે જેથી આ વિસ્તારને આસપાસ કોઈપણ પ્રકારનો પ્રચાર પ્રસાર ન કરવામાં આવે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા અનેકવિધ મતદાન મથકો નજીકના 100 મીટર વિસ્તારમાં માર્કિંગ શરૂૂ કરી દીધું છે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની એપ્રિલ-2026 ની ચૂંટણીઓના સંદર્ભમાં, મતદાન પ્રક્રિયા સુવ્યવસ્થિત અને પારદર્શક બનાવવા માટે મતદાન મથકોની બહાર અને આસપાસ માર્કિંગ (ચિહ્નિત) કરવાની કામગીરી શરૂૂ કરવામાં આવી છે.મતદાન મથકથી 100 મીટરના વિસ્તારમાં મત પ્રચાર કે અન્ય પ્રવૃત્તિઓ રોકવા માટે આ માર્કિંગ કરવામાં આવે છે. મતદાન મથકોની આંતરિક સુવિધાઓ તેમજ આવશ્યક વ્યવસ્થાઓની તૈયારીઓ પણ સાથે-સાથ કરવામાં આવી રહી છે, જેથી મતદાનના દિવસે કોઈ અવરોધ ન સર્જાય.

Exit mobile version