Site icon Gujarat Mirror

દેશી દારૂના વેંચાણમાં 40 રૂપિયાની ખોટ આવતા મજૂરને પાઇપથી ફટકાર્યો

નવાગામના યુવાનને સારવારમાં ખસેડાયો

શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા નવાગામમાં દેશી દારૂના વેંચાણમાં 40 રૂપિયાની ખોટ આવતા માલિકે મજૂરને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો જેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.

જાણવા મળતી વિગત મુજબ નવગામમાં રહેતો ધનજી મેરામભાઇ જીંજુવાડીયા (ઉ.વ.41)નામનો યુવાન આજે સવારે નવાગામમા હતો ત્યારે હરી દેવીપૂજકે લોખંડના પાઇપ વડે હુમલો કરી મારમારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. પ્રાથમિક તપાસમાં આરોપી દેશી દારૂ વેંચવાનુ કામ કરે છે. ધનજી આરોપીને ત્યા કાલે દારૂ વેંચવા માટે રહ્યો હતો. દરમિયાન દારૂના વેંચાણમાં રૂા.40ની ખોટ આવતા આરોપીએ હુમલો કર્યાનું જાણવા મળ્યુ છે..

Exit mobile version